Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 07:53:57 PM IST
 

હિટલર નપુંસક હતો? (અલ્પવિરામ)

Apr 10, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 14525
Rate: 1.0
Rating:
Bookmark The Article

અલ્પવિરામ - રાજેન્દ્ર રાવલ

હિટલર, સદ્દામ હુસૈન, ભુટ્ટો અને ઓસામા બિન લાદેન જેવી ક્રૂર અને ઘાતકી વ્યક્તિઓનાં નામ પડતાં જ કેટલીક બાબતો દૃઢ થઈ જાય છે. ક્રુર વ્યક્તિત્વ ધરાવતા આ વિશ્વમાં વિવાદાસ્પદ બનેલા લોકો વિશે આજે તેમની હયાતી નથી, છતાં અવનવી વિગતો પ્રકાશમાં આવે છે. જેમના તરફ નફરત છે તેવી વ્યક્તિઓની અંદરની વિગતો જાણવામાં ઘણી વાર કુતૂહલ થાય છે.

બીજું વિશ્વયુદ્ધ પૂરું થયે ૬૬ વર્ષ થયાં, છતાં પણ હિટલર વિશે નિતનવી વિગતો પ્રકાશમાં આવે છે. હિટલર જ્યારે ૨૫ વર્ષના હતા ત્યારે તે ફ્રાંસની ૧૭ વર્ષીય યુવતીના સંસર્ગમાં આવેલા અને એક પુત્રના પિતા પણ થયા. આ ઘટના પહેલા વિશ્વયુદ્ધ વખતની છે જ્યારે જર્મનીએ ફ્રાંસના કેટલાક ખાસ પ્રદેશો પર હકૂમત જમાવી હતી. હિટલર જર્મન સેનામાં હતા અને ફ્રાંસીસી છોકરીએ એક જર્મન સૈનિકને તેનું ચિત્ર પેઇન્ટ કરતો જોયો, આંખો મળી અને પ્રેમ થયેલો. હિટલરના પુત્ર અંગેની જાણકારી લ્યોનાર્ક નામના એક બ્રિટિશ સૈનિકની ડાયરીમાંથી મળી છે. લ્યોનાર્ક ૧૯૪૪માં જર્મન સેના પાસે ફ્રાંસની મુક્તિ માટેના પ્રયાસો વખતે હિટલરની પ્રેયસી શાર્લોને મળ્યો હતો. શાર્લોએ લ્યોનાર્કને કહેલું કે તેનો અને હિટલરનો પુત્ર જ્યો-મેરી લોરેટ ફ્રાંસના લશ્કરમાં છે અને જર્મનીઓ સામે લડી રહ્યો છે. હિટલર પુત્ર લોરેટનું મૃત્યુ ૧૯૮૫માં થયું હતું. હિટલર વિશે માન્ય અમાન્ય અનેક પ્રસંગો જીજ્ઞાસા જગાવે છે.

હિટલરના તબીબ ડો. મોરેલના જણાવ્યાનુસાર હિટલરમાં કેટલીક એવી ગ્રંથિઓ હતી કે તે મહિલાઓથી આર્કિષત થતો, પરંતુ પછી ગભરાઈ જતો, નર્વસ થઈ જતો. હિટલરની બેડરૂમની જિંદગી ખૂબ રહસ્યમય હતી જે અંગે હિટલરના અંગત તબીબને બધી ખબર પડી જતી. બહારથી હિટલર જેટલો ક્રૂર, બિહામણો અને ભયાનક હતો તેનાથી વિપરીત અંદરથી તે ડરપોક હતો. શયનખંડમાં હિટલર તેની સ્ત્રીમિત્રો સાથે ક્રૂર વર્તન કરતો. એટલા માટે જ કે હિટલર નપુંસક હતો. ર્બિલનમાં હિટલરના બંકરનો કબજો લીધા પછી સોવિયત સૈનિકો હિટલરનું અડધું બળેલું શરીર મોસ્કો ઉઠાવી લાવેલા. સોવિયત ડોક્ટરોએ પોસ્ટમોર્ટમમાં જણાવ્યું હતું કે હિટલરમાં માત્ર એક જ અંડકોષ હતો. અર્થાત્ હિટલર કા-પુરુષ અથવા નપુંસક હતો.

હિટલર વિશે હજુ પણ લોકો નવું જાણવા માટે બેતાબ છે. હવે ઓસામા બિન લાદેન વિશે, તેના પરિવાર વિશે પણ અવનવી વિગતો બહાર આવી રહી છે.

ઓસામાની ત્રીજી પત્ની ૨૯ વર્ષની અમાલે ઓસામાની ૬૧ વર્ષીય પ્રથમ પત્ની પૈરિયાહ ઉપર દગાબાજીનો આરોપ લગાવ્યો છે. આરોપ એવો છે કે ઓસામા બિન લાદેનની પ્રથમ પત્નીએ અમેરિકાને લાદેનનો અતોપતો આપી દીધો હતો. અમાલ સતત ઓસામા બિન લાદેન પાસે રહેતી તેની ઈર્ષામાં પ્રથમ પત્નીએ અમેરિકાને ચાડી કરી દીધી હતી. લાદેનની પત્નીઓ હવે અંદરોઅંદર ઝઘડે છે. લાદેનને પતાવવામાં કઈ પત્નીનો ફાળો છે તેની અંદરોઅંદર શોધખોળ શરૂ થઈ છે.

પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ લાદેનની પત્નીઓને એકબીજાથી દૂર રાખવી, સાથે નહીં રાખવા આદેશ કર્યો છે.

rajendrarvl@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com