નવી દિલ્હી 10, એપ્રિલ
દેશની સૌથી મોટી પ્રાઈવેટ ટેલિકોમ કેપની એરટેલ દ્રારા કલકત્તામાં 4જી ટેક્નોલોજી પર આધારિત અત્યાધુનિક બ્રોડબેન્ડ વાયરલેસ એક્સેસ સેવા શરૂ કરી છે. ભારતમાં આ સેવા પહેલી વાર શરૂ કરવામાં આવી છે.
કેન્દ્રીય ટેલિકોમ મંત્રી કપિલ સિબ્બલે આ હાઈ સ્પીડની સર્વિસની શરૂઆત કરી હતી. કંપની આ સર્વિસને માર્ચમાં જ શરૂ કરવાની હતી, પરંતુ કપિલ સિબ્બલનાં વ્યસ્ત શિડ્યૂઅલને કારણે આ સેવાને એપ્રિલમાં શરૂ કરવામા આવી.
2જી અને 3જી ની તુલનાએ 4જી સેવા અત્યાધુનિક છે. 4જી સર્વિસ દ્રારા 5 ગણી વધુ ઝડપી ઈન્ટરનેટ સર્વિસ મળશે. ઝડપી ઈન્ટરનેટ અને ડાઉનલોડનાં કારણે ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સુરક્ષાને ધ્યાનમાં રાખી વોઈસ અને વીડિયો કોલ્સને મંજૂરી આપવામાં આવી નથી. 4જીમાં એક સેકન્ડમાં 100 એમબી ડાઉનલોડ કરી શકાશે અને 50 એમબી પ્રતિ સેકન્ડે અપલોડ કરી શકાશે.