મુંબઇ, તા.૧૦
વર્ષ દરમિયાન સૌથી વધુ કમાણી કરતાં ક્રિકેટરો માટે ફોર્બ્સની યાદી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નો પ્રારંભ થતા ક્રિકેટરોની આવકમાં ઘણો વધારો થયો છે. વર્ષ દરમિયાન કમાણીની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોની નંબર વન છે. સચિનની ઉંમર વધી રહી છે તેમાં કમાણીમાં પણ વધારો થઈ રહ્યો છે. ભારતને ટ્વેન્ટી૨૦ અને વન-ડે વર્લ્ડકપ અપાવનાર મહેન્દ્રસિંહ ધોની પણ કમાણીની રેસમાં સચિન સાથે ચાલી રહ્યો છે. પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિન દ્વારા બહાર પાડેલી ટોપ ટેન કમાણી કરતા ક્રિકેટરોની યાદીમાં ભારતના ક્રિકેટરોનો દબદબો જોવા મળે છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ કમાણી કરવામાં મોખરે છે. રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હોવા છતા તેની કમાણી જાળવી રાખી છે. આ વાત એ સાબિત કરે છે તેમની લોકપ્રિયતા હજુ અકબંધ છે. જોકે ક્રિકેટરો ભલે ભારતમાં બધી રમતો કરતા અઢળક કમાતા હોય પણ વર્લ્ડમાં ફૂટબોલ, ટેનિસ જેવા ખેલાડીઓની કમાણી સામે ભારતના ક્રિકેટરો કંગાળ છે. આઈપીએલમાં એક સિઝનમાં ગંભીર ૧૧ કરોડમાં સચિન અને ધોની ૧૪ કરોડ જેટલી રકમ લે છે. જેની સામે ફૂટબોલર લિઓનેલ મેસ્સી અને ટેનિસ ખેલાડી રોજર ફેડરર એક સિઝન રમવાના ૮૦ થી ૯૦ કરોડ રૃપિયા વસુલ કરે છે. એક વર્ષની આવકની સરખામણી કરવામાં આવે તો ભારતના ક્રિકેટરો ટેનિસ અને ફૂટબોલ ખેલાડીઓ સામે વામણાં સાબિત થાય છે.
કોની કેટલી વાર્ષિક કમાણી
|
પ્લેયર
|
કમાણી
|
|
મહેન્દ્રસિંહ ધોની
|
૪૦ કરોડ
|
|
સચિન તેંડુલકર
|
૪૦ કરોડ
|
|
યુવરાજસિંહ
|
૨૬ કરોડ
|
|
રાહુલ દ્રવિડ
|
૨૫ કરોડ
|
|
સૌરવ ગાંગુલી
|
૧૬ કરોડ
|
|
રિકી પોન્ટિંગ
|
૧૬ કરોડ
|
|
બ્રેટ લી
|
૧૫ કરોડ
|
|
કેવિન પીટરસન
|
૧૫ કરોડ
|
|
માઈકલ ક્લાર્ક
|
૧૧ કરોડ
|