Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 01:21:00 AM IST
 

વિદ્યાર્થિનીની આબરૂ લેવાના પ્રયાસથી હોબાળો

Apr 11, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 244
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા :

નવાપુરામાં રહેતી ૧૩ વર્ષિય સગીરા ધો-૭માં અભ્યાસ કરે છે. ગત તા. ૮મીએ તેની માતા આસોજ સંબંધીના ઘરે સામાજિક પ્રસંગમાં ગઈ હતી. જ્યારે વિદ્યાર્થિની અને તેનો નાનો ભાઈ ઘરે હાજર હતા. દરમિયાન બપોરે બે વાગે રાજુભાઈ સાડીવાળો વિદ્યાર્થિનીના ઘરે આવ્યો હતો. રાજુ પાસેથી વિદ્યાર્થિનીની માતા સાડી ખરીદતી હોવાથી તે તેને ઓળખતી હતી. તેથી વિદ્યાર્થિનીએ રાજુને ઘરમાં સોફા પર બેસાડયો હતો.

ત્યારબાદ રાજુને વિદ્યાર્થિની એકલી જ ઘરે છે, તેવી ખબર પડી હતી. તે પછી તેણે વિદ્યાર્થિનીને પોતાની પાસે બોલાવી સોફા પર બેસાડી હતી. સગીરા મનમાં કોઈ વ્હેમ રાખ્યા વગર રાજુની બાજુમાં બેઠી હતી. આ સમયે રાજુએ અચાનક તેના શરીર સાથે છેડછાડ કરી આબરૂ લેવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થિની ડરી ગઈ હતી. તેણે રાજુને ખરાબ હરકત નહીં કરવા કહ્યુ હતું. વિદ્યાર્થિનીએ વિરોધ કરતા ઉશ્કેરાયેલા રાજુએ તેને 'આ વાત કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી ઉઠાવીને લઈ જઈશ' તેવી ધમકી આપી હતી. રાજુએ કરેલી હરકતની જાણ વિદ્યાર્થિનીએ તેની માતાને કરી હતી. આ બનાવ અંગે વિદ્યાર્થિનીએ નવાપુરા પોલીસ મથકે રાજુ સાડીવાળા (રહે, કારવણ ગામ) વિરૂદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com