Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 09:12:13 PM IST
 

બોગસ ખાતાં ખોલી બે કરોડની ઠગાઈ કરનારો ઝડપાયો

Apr 11, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1486
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ :

ચાર જુદી જુદી બેન્કોમાં ૧૫૨ જેટલા બોગસ ખાતા ખોલાવી બે કરોડ ઉપરાંતની માતબર રકમની ઠગાઈ કરનાર આરોપીને કાલુપુર પોલીસે ઝડપી પાડયો હતો. આ કેસની પોલીસ ફરિયાદ કાલુપુર પોલીસમાં વર્ષ ૨૦૧૦માં નોંધાઈ હતી. જે તે સમયે ઠગાઈ કરનારા મુખ્ય સુત્રધારની પોલીસે ધરપકડ કરી હતી.

બોગસ દસ્તાવેજોના આધારે ચાર જેટલી બેન્કોમાં ૧૫૨ જેટલા બોગસ ખાતા ખોલાવી તેમાં કરોડો રૃપિયાનું ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યું હતુ. ૧૧-૯-૨૦૦૯ થી ૨૫-૯-૨૦૦૯ દરમિયાન થયેલા આ કૌભાંડની પોલીસ ફરિયાદ વર્ષ ૨૦૧૦માં નોંધાઈ હતી. અગાઉ આ કૌભાંડ કરનારા મુખ્ય સુત્રધારની પોલીસે ધરપકડ કરી હતી. પણ તેનો સાગરિત છેલ્લા બે વર્ષથી વોન્ટેડ હતો.કાલુપુર ચોખા બજાર પાસેથી પોલીસટીમે વોન્ટેડ રાજુ બાબુભાઈ સોલંકીને ઝડપી પાડયો હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com