મુંબઈ 11, એપ્રિલ
ફિલ્મોનાં પ્રચાર માટે તો આમિર ખાન પોતાની માર્કેટિંગ સ્ટાઈલ માટે પ્રખ્યાત છે, તો પછી ટીવી શૉ નાં પ્રચારમાં આમિર શા માટે પાછળ રહે? આમિર પોતાના ટીવી શૉ 'સત્યમેવ જયતે' માટે જબરદસ્ત કેમ્પેઈનનું પ્લાનિંગ કરી રહ્યો છે.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આ ટીવી શૉ નાં પ્રોમો માટે આમિર ખાને માત્ર એક દિવસમાં 6.5 કરોડનો ખર્ચ કર્યો છે. આ રકમ પર સોમવારે સાંજે 7 વાગ્યાથી મંગળવાર રાત્રે 10 વાગ્યા સુધી આ શૉ માટે તમામ બ્રોડકાસ્ટિંગ ચેનલ સાથે ડિલ કરવામાં આવી છે. કોઈ ટીવી શૉ નાં પ્રચારમાં વપરાયેલી આ સૌથી મોટી રકમ છે.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર 27 કલાકમાં તમામ ચેનલો પર આમિરનાં આ ટીવી શૉ નાં 2000 પ્રોમો શૂટ કરવામાં આવ્યાં છે. જેનો ખર્ચ 6.5 કરોડ થયો છે. ટીવી શૉ માટે કોઈ ચેનલે પણ પ્રથમવાર આટલી રકમનો ઉપયોગ કર્યો છે.
આમિરની પહેલાં સલમાન ખાન અને શાહરૂખ ખાનનાં શૉ ને પ્રમોટ કરવા માટે 2.5 કરોડની આસપાસ ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે ચેનલને આ રકમ ખર્ચ કરવા પાછળ કોઈ અફસોસ નથી, કારણ કે આ શૉ દરમિયાન ચેનલને ત્રણગણી રકમ આપવા તૈયાર થયેલી કંપનીઓની એડની ઓફર પણ મળી રહી છે.
એટલા માટે જ આમિર પોતાના ટીવી શૉ પર ધ્યાન આપી રહ્યાં છે અને પોતાની આગામી ફિલ્મ 'તલાશ' નાં શુટિંગને 1લી જૂન સુધી ડિલે કર્યું છે અને 'ધૂમ 3' નાં શુટિંગને પણ તેમણે ડિલે કર્યું છે.