Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 10:47:38 PM IST
 

રોમનીના સમર્થનમાં બોબી જિંદલ

Apr 11, 2012 NRI > US
 
Tags:   Bobby Jindal Mitt Romney comment     E-Mail     Print    
 
Viewed: 1767
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

વોશિંગ્ટન, 11 એપ્રિલ

લુઈસિયાના પ્રાંતના ગર્વનર ભારતીય અમેરિકન બોબી જિંદલે રાષ્ટ્રપતિ તરીકે  મિટ રોમની પ્રત્યે પોતાનું સમર્થન વ્યકત કર્યુ છે. આ સંદર્ભમાં જિદંલે કહ્યું કે તે નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રોમનીનું સમર્થન કરવા આતુર છે. 

જિંદલે પેન્સિલવેનિયાના પૂર્વ સેનેટર રિક સેંટોરમના રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી મેળવવાની દોડમાંથી બહાર થવાના થોડાક જ કલાકો પછી રોમની પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યુ હતુ.

જિંદલે ગર્વનર રોમનીને ઓબામાની સાથે ચૂંટણી મોર્ચે લડવા માટે અભિનંદન આપતા કહ્યું કે તે સેવાનિવૃત્ત થવા જઈ રહેલ રાષ્ટ્રપતિ ઓબામાની સરખામણીએ રોમનીનું સમર્થન કરશે.

 મૈસાચુસેટસના પૂર્વ ગવર્નર રોમનીના પ્રત્યે સમર્થન વ્યકત કરી રહેલ જિંદલનું આ પ્રથમ નિવેદન આવ્યુ છે. જિંદલે શરૂઆતમાં પાડોશી રાજ્ય ટેક્સાસના ગર્વનર રિક પૈરીનું સમર્થમ કર્યુ હતુ.


પરંતુ પૈરી દોડમાંથી બહાર થયા પછી જિંદલ ચૂપ હતા. અમેરિકાના મુખ્યપ્રવાહના મીડિયાએ જિંદલનું નામ ભાવિ ઉપરાષ્ટ્રપતિ પદના શકયતઃ ઉમેદવારોમાં જોડ્યુ છે.



 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com