Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 02:50:37 PM IST
 

ગુસ્સે ભરાયેલા અરજદારે ગુજરાત હાઈકોર્ટના જજ પર ચંપલ ફંગોળ્યું

Apr 11, 2012 National
 
comment     E-Mail     Print    
 
Viewed: 1754
Rate: 4.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા.૧૧

ગુજરાત હાઈકોર્ટમાં એક નવા પ્રકારનો ઈતિહાસ રચાયો છે. આજે પોતાની પિટીશન ફગાવી દેવાતાં ગુસ્સે ભરાયેલા એક અરજદારે ગુજરાત હાઈકોર્ટના જજ પર કોર્ટરૃમમાં જ ચંપલ કાઢી ફંગોળ્યું હતું. સદ્નસીબે ફેંકાયેલુ જુતું જજને વાગ્યુ નહોતું. આ ઘટના બાદ તરત જ સોલા પોલીસના સંબંધીત અધિકારીને હાઈકોર્ટમાં બોલાવી અરજદારને તેમને સોંપી દેવાયો હતો અને પોલીસે તેની અટક કરી હોવાના સમાચાર મળ્યા છે.
  • મને સાંભળ્યા વિના જ જજે અરજી ફગાવી છે : રામજી ઠાકોર
  • અરજદારને સોલા પોલીસે અટક કરી પોલીસ સ્ટેશને લઈ ગયા
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, આશરે બારેક વાગ્યાના સુમારે પાર્ટી ઈન પરસન પિટીશન કરનારા રામજી ઠાકોરે અચાનક જ ઉભા થઈ પોતાનું ચંપલ કાઢી જજ સમક્ષ ફેંક્યું હતું. તરત જ આસપાસના એડ્વોકેટ અને કોર્ટના ચોપદારોએ તેને પકડી લઈ કોર્ટની બહાર લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર હાઈકોર્ટમાં સનસનાટી મચી ગઈ હતી. રામજી ઠાકોરને જ્યારે કોર્ટરૃમની બહાર લઈ જવાતા હતા ત્યારે તેઓ ગુસ્સામાં એવું બોલતા સંભળાયા હતા કે, 'મને સાંભળ્યા વિના જ જજે હુકમ કર્યો છે.' અલબત્ત, તુરંત જ કોર્ટ પાસે આવી પહોંચેલી પોલીસે તેને અટકમાં લઈ લીધો છે અને હાલ તેને સોલા પોલીસ સ્ટેશને લઈ જવાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, રામજી ઠાકોરે પાર્ટી ઈન પરસન તરીકે પિટીશન કરી હતી, કોઈ વકીલ રાખ્યા નહોતા. કોર્ટમાં હાજર રહેલા એક એડ્વોકેટના કહેવા મુજબ, જ્યારે જુતું ફેંક્યું ત્યારે સદ્નસીબે જજને તે વાગ્યુ નહોતું અને આ ઘટનાથી જસ્ટિસ એમ.ડી. શાહ સહેજે વિચલિત થયા નહોતા અને એક હુકમના ડિક્ટેશનનું કામ ચાલુ જ રાખ્યું હતું.

અગાઉ કોના કોના પર જૂતા ફેંકાયા હતા

૧. ઈરાક પહોંચેલા અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ
૨. ભારતના સંરક્ષણ પ્રધાન પી. ચિદમ્બરમ
૩. પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com