નવી દિલ્હી, તા. 11
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી આનંદ શર્માનું કહેવું ચે કે, હિમાચલની કાંગડા ચાને ટ્રેક પર લાવવા માટે ઘણાં પગલાં ભરવા પડશે. તેમને પાલમપુરમાં ટી બોર્ડ ક્ષેત્રીય કાર્યાલયના શુભારંભ પર કહ્યું કે આઈએચબીટી પાલમપુરમાં 50 લાખ રૂપિયાના ખર્ચે ટી-મ્યૂઝિયમ બનાવાશે.
નાની ચા ઉત્પાદકો માટે એક મશીનીકરણ પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. તેમની માટે કલેકશન સેન્ટર પણ હશે. જૈવિક ચા માટે અન્ય રસ્તાઓ હશે તેમને વધુમાં જણાવતા કહ્યું કે ભારત દુનિયામાં મોટો ચા ઉત્પાદક દેશ છે. દેશ આ સમયે 10 કરોડ કિલોગ્રામ ચા નિકાસ કરે છે. આમાં એક ટકા ઉત્પાદન હિમાચલમાંથી થાય છે.
દેશભરમાં બંધ પડેલ ચાના 53માંથી 49 યૂનિટોને ચાલુ કરવામાં આવ્યા છે. કાંગડા, ચંબા અને મંડી ચાને સુધારવા માટે પ્રદેશ સરકાર જમીનની ફાળવણી કરાવતી હોય છે અથવા તો અન્ય બાબતોમાં મદદ કરતી હોય છે. ચાને સંકટથી બચાવવા માટે 11માં નાણાકીય પંચ પછી 12માં નાણાપંચમાં ખાસ પેકેઝ રખાશે તેમ તેમને ઉમેર્યું હતું.