Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 07:10:39 PM IST
 

આઈપીએલમાં સિગારેટ પીવી શાહરૂખને મોંઘી પડી

Apr 11, 2012 Sports > IPL 2013
 
Tags:   IPL 5 Shahrukh Khan kolkata Knight Riders Cricket Sawai Man Singh stadium comment     E-Mail     Print    
 
Viewed: 8362
Rate: 3.7
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 11, એપ્રિલ

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને આઈપીએલ 5ની મેચ દરમિયાન સ્ટેડિયમમાં સિગારેટ પીવી મોંઘી પડી ગઈ છે. હકીકત એવી છે કે શાહરૂખ ખાને રવિવારની રાત્રે જયપુરમાં રમાઈ રહેલી મેચ દરમિયાન સિગારેટ પીધી હતી, અને તે કેમેરામાં કેદ થઈ ગયો હતો. જયપુર ક્રિકેટ એકેડમીનાં ડાયરેક્ટર આનંદ સિંહ રાઠોડે શાહરૂખની આ હરકત સામે કોર્ટમાં અપીલ કરી છે.

તેમણે કોર્ટમાં શાહરૂખ ખાન સામે એકશન લેવાની માંગણી કરી છે. શાહરૂખ ખાન જયપુરનાં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં કલકત્તા નાઈટ રાઈડર્સની મેચ દરમિયાન સિગારેટ પીતો જોવાયો હતો. શાહરૂખ પોતાની ટીમને પ્રોત્સાહન આપવા માટે મેદાન પર આવ્યો હતો.

ડાયરેક્ટર રાઠોડે તો એટલે સુધી કહ્યું હતું કે, પોલીસ અને પ્રશાસનની બેકરકારીને કારણે શાહરૂખ ખાન સ્ટેડિયમમાં સિગારેટ સાથે ઘૂસી ગયો હતો. રાઠોડે કોર્ટમાં ફોટા સાથે સીડી પણ આપી છે, જેમાં શાહરૂખ ખાન સિગારેટ પીવે છે.

એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં આ મામલાની સુનાવણી આવતીકાલે 12મી એપ્રિલે થશે. જો કે શાહરૂખે પ્રથમ વાર જાહેરસ્થળ પર સિગારેટ પીધી નથી. 2007માં મુંબઈમાં 20-20 ક્રિકેટ મેચ દરમિયાન પણ તે સિગારેટ પીતાં જોવાયો હતો.



 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com