Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 02:20:29 AM IST
 

એશિયામાં કોઈ નવું શીત યુદ્ધ નહિ: હિલેરી

Apr 11, 2012 World
 
Tags:   Hillary Clinton Cold War Asia comment     E-Mail     Print    
 
Viewed: 1079
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

વોશિંગ્ટન, 11 એપ્રિલ

 અમેરિકન વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને કહ્યું છે કે ઉભરી રહેલ ચીન સાથે અમેરિકા કોઈ પણ પ્રકારના સંર્ઘષ નથી કરી રહ્યું. તથા તેમનો દેશ એશિયામાં કોઈ નવા શીત યુદ્ધ માટે નહિ પરંતુ નવા સુરક્ષા પડકારો માટે તૈયારી કરી રહ્યું છે.

 એક શક્તિના રૂપમાં ઉભરી રહેલ ચીનને રોકવાની અમેરિકાની કોઈ પણ  પ્રકારની ઈચ્છાની મનાઈ કરતા હિલેરીએ કહ્યું કે જે રીતે અમેરિકા પોતાના જૂના મિત્રોને ગુમાવી નથી રહ્યુ, તે જ રીતે તે નવા દુશ્મન પણ નથી બનાવી રહ્યું.

 વિદેશમંત્રીએ કહ્યું કે ‘‘ આજનું ચીન સોવિયત સંઘ નથી. અમે એશિયામાં કોઈ નવા શીત યુદ્ધની ડગર પર નથી.’’ તેમણે કહ્યું કે ‘‘આજે પણ ભૂ રાજનીતિ દંબગઈને સહન નથી કરી શકતા. એક સમૃદ્ધ થતુ ચીન અમેરિકા માટે સારુ છે અને એક સમૃદ્ધ અમેરિકા ચીન માટે સારું છે. પરંતુ તે ત્યારે જ સારું છે જ્યારે અમે ક્ષેત્રીય અને વૈશ્વિક ભલાઈના માર્ગ પર આગળ વધી પ્રગતિ કરીએ. ’’

 હિલેરીએ વધુમાં કહ્યું કે ‘‘ હું તેનાથી પણ આગળ એક વાત કહેવા માંગીશ. જો અમે પ્રભાવી અમેરિકન,ચીન ભાગીદારીના નિર્માણમાં સફળ થઈ જઈ છીએ ત્યારે અમે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ એશિયા પ્રશાંતના નિર્માણમાં સફળ થઈશું.  ’’હિલેરીએ કહ્યું કે એશિયામાં કેટલીક ઉભરતી શક્તિઓ ગણતરીના દ્રષ્ટિકોણ સાથે કામ કરી રહી છે જે લાંબાગાળા માટે સારું નથી.




 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com