Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 02:50:47 PM IST
 

2જી સ્પેક્ટ્રમ મામલે રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમનો અભિપ્રાય માગશે સરકાર

Apr 11, 2012 National
 
Tags:   2G spectrum Scam comment     E-Mail     Print    
 
Viewed: 811
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી 11, એપ્રિલ

2જી સ્પેક્ટ્રમ વિતરણ મામલે 122 કંપનીઓના લાઇસન્સ રદ્દ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય મુદ્દે સરકાર રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય મેળવશે. મંગળવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારના આ પ્રસ્તાવને મંગળવારે યોજવામાં આવેલી કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ જાણકારી કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અંબિકા સોનીએ આપી છે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા અભિપ્રાય માંગવાનો પ્રસ્તાવ મંજૂર કરી લેવામાં આવ્યો છે. ટેલિકોમ વિભાગનું માનવું છે કે સુપ્રીમ કોર્ટે આપેલા આ નિર્ણયની અસર અન્ય ક્ષેત્રો પર પણ પડશે.
 
સુપ્રીમ કોર્ટ દ્વારા કુદરતી સંશાધનોની વહેંચણી અને તે માટે ‘પહેલા આવો, પહેલા લઇ જાઓ’ની નીતિની આલોચના કરવામાં આવી હતી, તેમના આ ક્ષેત્રા દ્વારા પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેલિકોમ લાઇસન્સ રદ્દ કર્યા પછી હરાજીની પ્રક્રિયા અંગે સરકારની સમીક્ષા અરજીને સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે સ્વીકાર કરી લીધી છે. જોકે સુપ્રીમ કોર્ટે તેમના દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ટેલિકોમ કંપનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અન્ય દસ રિવ્યુ પિટિશન ફગાવી દીધી છે.
 
સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર કંપનીઓ હાઇકોર્ટના આદેશને પડકારી રહી છે અને કેટલાક દેશોનું ભારત પર દબાણ છે કે આ મામલે કાયદાકીય લડત લડવામાં આવે. આ સંજોગોમાં સરકાર કોર્ટ પાસેથી આ આદેશની સંપૂર્ણ વ્યાખ્યા માગે છે. રાષ્ટ્રપતિના માધ્યમ દ્વારા સરકાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશોને બેન્ચમાં કેટલાક સવાલો મોકલીને તેની પર અદાલતના દ્રષ્ટિકોણ જાણવાનો પ્રયત્ન કરશે.
 
સૂત્રોના જણાવ્યાં અનુસાર સરકારે જે પ્રશ્નાવલી તૈયાર કરી છે તેમાં ન્યાયાલય પાસેથી એ વાત પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે કે હરાજીની પ્રક્રિયા અન્ય કુદરતી સંશાધનોના મામલામાં પણ લાગુ કરવામાં આવશે. જો હા તો શું ન્યાયાલયના નિર્ણયથી સરકારની નીતિ નિર્ધારણ પર પ્રભાવ નહીં પડે.
 
ન્યાયાલય પાસેથી એ વાતની જાણકારી પ્રાપ્ત કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે કે તેનો નિર્દેશ શું નીતિ નિર્ધારણ સમાન છે, તો શું તેનાથી સરકારના નીતિગત નિર્ણય લેવાના બંધારણીય અધિકાર પર ફટકો નહીં પડે.
 
રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવી રહેલા ડ્રાફ્ટમાં એ વાતની જાણકારી પ્રાપ્ત કરાવનો પણ પ્રયત્ન કરવામાં આવશે કે શું કોર્ટના નિર્ણયનો 3જીના વિતરણ પર પ્રભાવ પડશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર વર્ષ 2008 પહેલાના લાઇસન્સ અંગે પણ કોર્ટનું વલણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com