લખનઉ, 11 એપ્રિલ
ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં હાર પછી સતત ચિંતન અને મંથમ કરી રહેલ ભાજપાના ધારાસભ્યોએ બુધવાર ધારાસભ્ય પક્ષની બેઠકમાં હુકુમ સિંહને સર્વસહમતિથી પક્ષના નવા નેતા ચૂંટ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કલરાજ મિશ્ર અને ઉમાની તરફથી વિધાનસભા પક્ષના નેતા પદ પ્રત્યે કોઈ રસ ન દાખવતા પાછળથી પાર્ટીની તરફથી વરિષ્ઠ નેતા હુમુકમ સિંહના નામ પર સહમતિ કરવામાં આવી.
હુકુમ સિંહને વિધાનસભા પક્ષના નેતા બનાવવા મુદ્દે કલરાજ મિશ્રએ બેઠકમાં પ્રસ્તાવ રજૂ કર્યો, જેનું બધા ધારાસભ્યોએ સર્વસહમતિથી સમર્થન કર્યુ હતુ. પાર્ટીના એક પદાધિકારીએ જણાવ્યું કે મંગળવારે દિલ્હીમાં થયેલ બેઠકમાં હુકુમ સિંહ, લક્ષ્મીકાંત વાજપેયી, સુરેશ ખન્નાથી લઈને ગોરખપુરના ધારાસભ્ય ડૉ.રાધા મોહન દાસ સુધીના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો. પરંતુ આજની બેઠકમાં હુકુમ સિંહને વિધાનસભા પક્ષના નેતા ચૂંટવામાં આવ્યા. બેઠકમાં કેન્દ્રીય નેતૃત્વની તરફથી ઉત્તર પ્રદેશના પાર્ટી પ્રભારી નરેન્દ્ર સિંહ તોમર હાજર હતા.