સુરત, તા. 11
હજી ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂરી થયાને 10 દિવસ થયા છે તેમજ 8, 9 અને 11ની પરીક્ષાઓ હજી પૂર્ણ થવાની તૈયારીમાં છે તેવા સમયે વેકેશનમા ટેબલ ટેનિસ, સ્વિમિગની કોચિંગ આપતા સેન્ટરોનો જાણે કે, રાફડો ફાટ્યો છે. શહેરમાં 200થી વધુ કોચિંગ કેમ્પનો આરંભ થયો છે જેમાં રમત-ગમત સિવાય કમ્પ્યૂટર ટ્રેનિંગ, સ્પોકન ઈંગ્લિશ કોંચિગ કેમ્પ શરૂ થયા છે.