Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 05:22:01 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

ચણા અને સરસવ વાયદામાં પ્રતિબંધની શક્યતા

Apr 11, 2012 Business > Commodity Current
 
Tags:   Commodity Chana Ban India Government comment     E-Mail     Print    
 
Viewed: 712
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 11

આગામી ૨૪ કલાકનો ગાળો ચણા તેમજ સરસવ વાયદા માટે મહત્વનો સાબિત થઈ શકે તેમ છે. કેન્દ્ર સરકાર આગામી એકાદ દિવસમાં ચણા અને સરસવ વાયદામાં કામકાજ ચાલુ રાખવા કે પ્રતિબંધ મૂકવો તે અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેશે.

સૂત્રોના મતે સરકાર ચણા અને સરસવ વાયદા કામકાજ ઉપર રોક લગાવા ભલામણ કરે તેવી વકી છે. ચણા અને સરસવના વાયદાના ભવિષ્યને લઈને કન્ઝ્યુમર અફેર્સ મંત્રાલયમાં મહત્વની બેઠક મળનાર છે. આ બેઠક દરમિયાન વાયદા બજાર નિયામક ફોર્વર્ડ માર્કેટ કમિશન તેનો રીપોર્ટ સરકારને સોંપશે.

સરકાર પણ બજેટ સત્રના બીજા ચરણ પૂર્વે ચણા અને સરસવ વાયદા કામકાજ ઉપર પ્રતિબંધનો નિર્ણય લેવા વિચારણા કરી રહી છે. બન્ને મહત્વની કોમોડિટીની કિંમતોમાં ભારે ભાવવધારાથી કેન્દ્ર પણ ચિંતીત જણાય છે. ચણા અને સરસવમાં કૃત્રિમ ભાવ ઉછાળાની શંકા સરકાર સેવી રહી છે. આ અગાઉ ગુવાર વાયદા અને ગુવાર સીડમાં બેફામ સટ્ટાખોરી થતાં વાયદા પંચે નવા ગુવારના નવા વાયદા કામકાજ ઉપર રોક મૂકી દીધી હતી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com