અમદાવાદ, તા. ૧૧
લગ્નસરાની સિઝનમાં ગ્રાહકો અને જ્વેલર્સની સોના-ચાંદીમાં ખરીદી રહેતાં સ્થાનિક સહિત દેશનાં વિવિધ બુલિયન માર્કેટમાં બંને કિંમતી ધાતુઓમાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીમાં રૂ . ૩૦૦નો સુધારો થતાં ચાંદી રૂ . ૫૬,૦૦૦ની સપાટીએ બંધ રહી હતી તેમજ ૧૦ ગ્રામ સોનામાં રૂ . ૨૫૦નો વધારો થતાં સ્ટાન્ડર્ડ સોનું રૂ . ૨૮,૮૫૦ અને શુદ્ધ સોનું રૂ . ૨૮,૭૦૦નાં મથાળે રહ્યું હતું. નવા દાગીના રૂ . ૨૭,૬૯૫ અને હોલમાર્ક દાગીના રૂ . ૨૮,૨૭૫ના ભાવે રહ્યા હતા.
વૈશ્વિક સોનું ૨.૯ ડોલર ઘટીને ૧,૬૫૭.૮ ડોલર થયું
મુંબઈ ઝવેરી બજારમાં હાજર ચાંદીમાં રૂ . ૧૬૦નો વધારો થતાં ચાંદી રૂ . ૫૬,૩૧૦ના ભાવે રહી હતી. સ્ટાન્ડર્ડ સોનામાં રૂ . ૨૭૫ અને શુદ્ધ સોનામાં રૂ . ૨૮૦નો વધારો થતાં અનુક્રમે રૂ . ૨૮,૩૯૫ અને રૂ . ૨૮,૫૩૦નાં સ્તરે રહ્યું હતું. દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી રૂ . ૫૬,૧૦૦એ સ્થિર રહી હતી. સાપ્તાહિક વાયદામાં ચાંદી રૂ . ૫૫ના નજીવા વધારા સાથે રૂ . ૫૬,૧૫૫ થઈ હતી. સોનામાં રૂ . ૨૫૦નો ભાવવધારો થતાં શુદ્ધ સોનું રૂ . ૨૮,૯૦૦ અને રૂ . ૨૮,૭૬૦ થતાં રૂ . ૨૯,૦૦૦ નજીક રહ્યું હતું. ચાંદીના સિક્કામાં પણ કોઈ ફેરફાર ન થતાં ૧૦૦ નંગ સિક્કાનો ભાવ રૂ . ૬૩,૦૦૦એ સ્થિર રહ્યો હતો.
દરમિયાનમાં વૈશ્વિક બુલિયન માર્કેટમાં સ્ટોકિસ્ટોએ બંને કિંમતી ધાતુઓમાં નફારૂ પી વેચાવાલી કરતાં સોના-ચાંદીમાં ઘટાડો જોવા હતો. મોડી સાંજે ન્યુયોર્ક ખાતે કોમેક્સ સોનું પ્રતિ ઔંસ ૨.૯ ડોલર ઘટતાં ૧,૬૫૭.૮ ડોલર થયું હતું તેમજ ચાંદી પ્રતિ ઔંસ ૦.૦૯ ડોલર ઘટીને ૩૧.૫૮ ડોલર થઈ હતી.
વિવિધ શહેરોમાં સોના-ચાંદીમાં વધારો
શહેર સોનું વધારો ચાંદી વધારો
અમદાવાદ ૨૮,૮૫૦ ૨૫૦ ૫૬,૦૦૦ ૩૦૦
મુંબઈ ૨૮,૫૩૦ ૨૮૦ ૫૬,૩૧૦ ૧૬૦
દિલ્હી ૫૬,૧૦૦ ૦૦ ૨૮,૯૦૦ ૨૫૦