કઝાકિસ્તાનના અસ્તાનામાં ચાલી રહેલી એશિયન ઓલિમ્પિક્સ ક્વોલિફાઈની ફાઇનલમાં સ્થાન બનાવીને ભારતના બોક્સર શિવા થાપાએ (૫૬ કિ.ગ્રા.)લંડન ઓલિમ્પિક્સમાં સ્થાન બનાવ્યું છે. શિવા થાપાએ ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઈ થનાર સૌથી યુવા ભારતીય બોક્સર બનવાની સિદ્ધિ મેળવી છે. આ પહેલાં એલ. દેવેન્દ્રસિંહનો ૧૯ વર્ષે ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઈ થવાનો રેકોર્ડ હતો. ૧૮ ર્વિષય શિવા થાપાએ આ રેકોર્ડ હવે પોતાના નામે કર્યો છે. શિવાએ સેમિફાઇનલમાં જાપાનના સાતોસી સિમીઝુ સામે ૩૧-૧૭થી વિજય મેળવી ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. શિવા થાપા પ્રથમ રાઉન્ડમાં ૬-૭થી પાછળ રહ્યો હતો. બીજા અને ત્રીજા રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી હતી. જોકે અન્ય એક મુકાબલામાં ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઈ થનાર વિજેન્દરસિંહનો સેમિફાઇનલમાં પરાજય થતાં તેના અભિયાનનો અંત આવ્યો હતો.