Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 03:13:27 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાનમાં અચાનક પલટો

Apr 12, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 371
Rate: 1.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, વડોદરા, તા.૧૧

અરબ સાગરમાં ઉદભવેલાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ અને મધ્યપ્રદેશના ઉત્તરર્પુિવય ભાગોમાં સર્જાયેલાં અપર સાયકલોનિક એરસરક્યુલેશનને લીધે અમદાવાદ - વડોદરા સહિત રાજયભરના હવામાનમાં અચાનક બદલાવ થયો હતો પરિણામે દિવસભર વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. આ કારણોસર ગરમીનું જોર ઘટયું હતું. હવામાનના બદલાવને કારણે રાજયમાં ત્રણ ડીગ્રી તાપમાન ઘટયું હતું જેથી લોકોએ કાળઝાળ ગરમીથી રાહત મેળવી હતી.

  • વડોદરામાં મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી જેટલો ઘટાડો

શહેરમાં આજે બપોર પછી વાતાવરણમાં આવેલા પરિવર્તન બાદ વાદળછાયો માહોલ છવાઇ જતાં તાપમાનના પારો ઉંચે જતાં અટક્યો હતો જેના પગલે આજે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે રહ્યુ હતું.આજે શહેરમાં મહત્તમ તાપમાન ૩૯.૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪.૬ ડિગ્રી નોંધાયું હતું.

આઉપરાંત ધુળની ડમરીની આંધી ઉઠી હતી જેથી વાહનચાલકો મુશકેલીમાં મુકાયાં હતાં. આવા વાતાવરણને કારણે ફરી એક વાર ડસ્ટસ્ટોર્મ થયું હોય તેવું લોકોએ અનુભવ્યું હતું. એક તબક્કે તો વાદળ ઘેરાયેલાં આકાશને જોઇને માવઠું થાય તેમ લાગતું હતું. પલટાયેલાં હવામાન અંગે મૌસમ વિજ્ઞાની મનોરમાએ જણાવ્યું કે,અરબ સાગરમાં સર્જાયેલાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને લીધે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આવતીકાલ ગુરુવારની સાંજ સુધીમાં વાદળો વિખેરાઇ જશે અને આકાશ એકદમ સ્વચ્છ જણાશે. એકાદ બે દિવસ બાદ ફરી ગરમીમાં એકાદ બે ડીગ્રીનો વધારો થશે.

રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં ૪૧.૧ ડિગ્રી નોંધાયું હતું. સુરતમાં તાપમાન એકદમ ગગડયું હતું. અહીં ૩૫ ડીગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ગરમીના પ્રભાવ તળે સપડાયેલાં ઇડરમાં બે ડીગ્રી ગરમી ઘટતાં તાપમાન ૩૯. ૬ નોંધાયું હતું. આ ઉપરાંત ડીસા ૩૮ , કંડલા માંડવીમાં ૩૩.૮, નલિયામાં ૩૪, પોરબંદરમાં ૩૪ ડીગ્રી તાપમાન રહ્યું હતું.આમ ગરમીનો પારો આખાયે રાજયમાં ત્રણ ડીગી સુધી ગગડયો હતો.દરિયાકિનારાના શહેરોનું તાપમાન તો ૩૧ ડીગ્રીની આસપાસ રહ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com