Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 06:11:31 PM IST
 

વ્યાજદરમાં ઘટાડાની આશાએ સેન્સેક્સ ૧૩૩ વધ્યો

Apr 12, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   Indian Stock Market News Sensex BSE Sensex Nse Sensex Stock Market News Stocks Market comment     E-Mail     Print    
 
Viewed: 423
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

અમદાવાદ, તા.૧૨

દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ફેબ્રુઆરીમાં ઘટાડાને પગલે આગામી સમયમાં આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી આશાએ શેરબજારમાં નીચા મથાળેથી તેજી જોવા મળી હતી. આગામી સપ્તાહે આરબીઆઈની વાર્ષિક  ધિરાણ નીતિ સમિક્ષા બેઠકમાં રેપો અને રીવર્સ રેપો રેટમાં ઘટાડો થવાનો સંકેત પ્રણવ મુખર્જીએ આપ્યો છે.

ફેબ્રુઆરીમાં દેશનો આઈઆઈપી વિકાસ દરે ૪.૧ ટકા નોંધાયો હતો જે નિરાશાજનક હોવાનું નાણા પ્રધાને જણાવ્યું હતું. વૈશ્વિક બજારોમાં સુધારા પાછળ રોકાણકારોએ નીચા મથાળેથી બ્લુચીપ કંપનીમાં આકર્ષક લેવાલી કરતાં સેન્સેક્સ ૧૩૩.૨૨ પોઈન્ટ વધીને ૧૭,૩૩૨.૬૨ની સપાટીએ બંધ થયો હતો. નિફ્ટી આંક ૫૦ પોઈન્ટ ઉપર ૫,૨૭૬.૮૫ના સ્તરે બંધ થયો હતો. ઈન્ટ્રાડેમાં નિફ્ટી ૫,૨૪૭ અને ૫,૨૯૧ વચ્ચે અથડાયો હતો. બીએસઈ મેટલ, બેન્કિંગ, એફએમસીજી, ઓટો અને કેપિટલ ગુડ્સમાં નોંધપાત્ર લેવાલી રહી હતી. ઈન્ફોસીસના પરિણામ પૂર્વે આઈટી શેરોમાં નફારૂ પી વેચવાલી રહેતાં આઈટી ઈન્ડેક્સ સૌથી વધુ ૧.૧૫ ટકા ઘટયો હતો. ઈન્ફીનું નાણાકીય વર્ષ માટે ડોલરના મૂલ્યમાં આવકનું ગાઈડન્સ એક આંકડામાં ૯ ટકા રહેવાની શક્યતા હોવાનું બજાર નિષ્ણાતો જણાવે છે.

એરલાઈન કંપનીઓમાં સીધા વિદેશી રોકાણને મંજૂરીનો નિર્ણય મુલતવી રહેતાં એરલાઈન કંપનીઓના શેરમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી. કિંગફીશર એરલાઈનમાં ૨.૫૨ ટકા, જેટ એરવેઝ ૨.૭૮ અને સ્પાઈસજેટમાં ૧.૯૦ ટકાનું ગાબડું પડયું હતું. મારુતિ સુઝુકીએ એમયુવી સેગમેન્ટમાં નવી કાર લોન્ચ કરતાં કંપનીના વેચાણમાં વૃદ્ધિની આશાએ શેર ૩.૧૩ ટકા વધીને રૂ . ૧,૩૧૨.૬૦ની સપાટીએ બંધ થયો હતો. એસબીઆઈ ૨.૯૫ ટકા, હિરો મોટોકોર્પ ૨.૭૯, આઈસીઆઈસીઆઈ બેંક ૧.૫૩ ટકા અને રિલાયન્સ ૧.૩૬ ટકા મજબૂત થયા હતાં. પટણીના ડીલિસ્ટિંગ પાછળ શેર ૦.૧૮ ટકા વધીને રૂ . ૫૦૫ના સ્તરે બંધ થયો હતો.

વૈશ્વિક બજારોમાં ચીન, હોન્ગકોંગ અને જાપાનના પ્રમુખ બેન્ચમાર્ક ૦.૭૦થી ૧.૮૨ ટકા ઉપર બંધ થયા હતાં. યુરોપમાં નરમાઈ રહેતાં ફ્રાંસ, જર્મની અને યુકેના બજારો ૦.૦૯થી ૦.૪૨ ટકા ઘટીને કામકાજમાં હતાં. બીએસઈ માર્કેટ બ્રેડ્થમાં ૧,૭૧૨ શેરોમાં સુધારો અને ૧,૧૦૦શેરોમાં ઘટાડો નોંધાયો હતો. ૨૫૧ શેરોમાં તેજીની બાયર ર્સિકટ અને ૧૫૭માં મંદીની સેલર ર્સિકટ લાગી હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com