Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 11:36:52 PM IST
 

નફારૂપી વેચવાલી સોનામાં રૂ. ૫૦ અને ચાંદીમાં રૂ. ૨૦૦ ઘટયા

Apr 12, 2012 Business > Commodity Current
 
Tags:   Commodity Gold Silver Trade Crude Oil Ahmedabad comment     E-Mail     Print    
 
Viewed: 338
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૧૨

સ્થાનિક સહિત દેશનાં વિવિધ બુલિયન માર્કેટમાં રોકાણકારોએ બંને કિંમતી ધાતુઓમાં નફારૂ પી વેચાવાલી કરતાં સોના-ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીમાં રૂ. ૨૦૦નો ઘટાડો થતાં ચાંદી રૂ. ૫૫,૮૦૦ની સપાટીએ બંધ રહી હતી તેમજ ૧૦ ગ્રામ સોનામાં રૂ . ૫૦નો નજીવો ઘટાડો થતાં સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૨૮,૮૦૦ અને શુદ્ધ સોનું રૂ . ૨૮,૬૫૦નાં મથાળે રહ્યું હતું.

નવા દાગીના રૂ . ૨૭,૬૪૮ અને હોલમાર્ક દાગીના રૂ . ૨૮,૨૨૪ના ભાવે રહ્યા હતા. દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી રૂ .૫૬,૧૦૦ની સપાટીએ સ્થિર રહી હતી. સાપ્તાહિક વાયદામાં ચાંદી રૂ .૨૫ ઘટીને રૂ .૫૬,૧૮૦ થઈ હતી. તેમજ સોનામાં રૂ .૨૦ ઘટતાં શુદ્ધ સોનું રૂ .૨૮,૮૮૦ અને સ્ટાન્ડર્ડ સોનું રૂ .૨૮,૭૪૦ના સ્તરે રહ્યું હતું. ચાંદીના સિક્કામાં પણ પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ૧૦૦ નંગ સિક્કાનો ભાવ રૂ .૬૩,૦૦૦એ સ્થિર રહ્યો હતો.

  • વૈશ્વિક સોનું પ્રતિ ઔંસ ૬.૨ ડોલર ઘટીને ૧,૬૫૪.૧ ડોલર થયું
દરમિયાનમાં વૈશ્વિક બુલિયન માર્કેટમાં સ્ટોકિસ્ટોની બંને કિંમતી ધાતુઓમાં બે તરફી ચાલ રહેતાં સોના-ચાંદીમાં બે તરફી વધઘટ દેખાઈ હતી. મોડી સાંજે ન્યૂયોર્ક ખાતે કોમેક્સ સોનું પ્રતિ ઔંસ ૬.૨ ડોલર ઘટીને ૧,૬૫૪.૧ ડોલર થયું હતું તેમજ ચાંદી નજીવા વધારા સાથે ૩૧.૫૪ ડોલર થઈ હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com