મુખ્ય કલાકારોઃ પુલકિત સમ્રાટ, અમિતા પાઠક
નિર્માતાઃ કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક
દિગ્દર્શકઃ સુપવિત્ર બાબુલ
સંગીતઃ રાઘવ સચર
સંભવિત રિલીઝઃ ૧૩ એપ્રિલ, ૨૦૧૨
પંજાબના ગામ આનંદપુરનો યંગ ચાર્મિગ વેડિંગ કેમેરામેન બિટ્ટુ (પુલકિત સમ્રાટ) ગામના લગ્નપ્રસંગે રેલાતી ખુશીઓને કેમેરામાં કેદ કરીને લોકોને ખુશ કરે છે સાથે આ જિંદગીથી પોતે પણ ખુશ છે. તેના જીવનમાં એક ભણેલી ગણેલી છોકરી આવે છે. બિટ્ટુ તેના પ્રેમમાં પડે છે. છોકરીને પણ બિટ્ટુ ગમે છે. માત્ર ખુશીઓથી પેટ ભરાતું નથી, પૈસો પણ મહત્ત્વનો છે એવું એ યુવતી બિટ્ટુને સમજાવે છે. હવે બિટ્ટુ વધુ રૂપિયા કમાવા માટે મન પાક્કું કરે છે. પૈસા કમાવા માટેની દોડમાં સામેલ બિટ્ટુને નાની નાની ખુશીઓ પાછી મળે છે કે નહીં તે કહાનીનું હાર્દ છે.