‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ ફ્લ્મિ રિલીઝ વખતે મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન વિશે સોશિયલ નેટર્વિંકગ સાઈટ પર મન ફાવે તેવી ભાષામાં કોમેન્ટ્સ કર્યા પછી માંડ હજી તો રામુએ અમિતાભ બચ્ચનને મનાવ્યા હતા, ત્યાં સંજય દત્ત સાથે તેણે દુશ્મની વહોરી લીધી હોવાના ખબર છે. રામુની અમિતાભ બચ્ચન, સંજય દત્ત અને રાણા દગ્ગુબાતી અભિનીત ‘ડિપાર્ટમેન્ટ’ ફિલ્મ રિલીઝ થવાને આરે છે ત્યારે સંજુ સાથેની તેની દુશ્મની રામુને ભારે પડે તેમ છે. ‘ડિપાર્ટમેન્ટ’ પછી સંજુ - રામુની જોડીના નિર્માણમાં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓ પર એક ફિલ્મ બનવાની હતી. રામુને આ ફિલ્મ માટે ફાઈવ ડીની લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો હતો અને સંજુને તેની આ ટેક્નોલોજીના ઉપયોગ સામે વાંધો પડયો. બસ, મુન્નાભાઈનું મગજ તપી ગયું. આ મામલે બન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હોવાની ચર્ચા ચગી છે. જોઈએ હવે આ જોડી જામે છે કે પછી તેનો અંત આવે છે.