બોલિવૂડ બઝ
‘જન્નત-૨’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ગયું ત્યારથી તેની ચર્ચા છે. આ ફિલ્મમાં સિરિયલ કિસર ઇમરાન હાશમી અને હોટ બાલા એશા ગુપ્તાએ કમાલની કેમેસ્ટ્રી બતાવી છે. નિર્દેશક કુણાલ દેશમુખની ફિલ્મ ‘જન્નત-૨’ વર્ષ ૨૦૦૮માં બનેલી ફિલ્મ ‘જન્નત’ની સિક્વલ છે.
આ ફિલ્મ મે મહિનામાં એવા સમયે આવી રહી છે જ્યારે સમગ્ર દેશમાં આઈપીએલ છવાયેલી હશે, પરંતુ આ અંગે ફિલ્મની આખી ટીમને કોઈ મુશ્કેલી નથી તથા આઈપીએલની કોઈ ચિંતા પણ નથી. ઇમરાને તો એ પણ કહી દીધું છે કે અમારે આઈપીએલથી ડરવાની જરૂર નથી. ઊલ્ટું આઈપીએલે અમારાથી ડરવું જોઈએ.
જે ફિલ્મમાં ઇમરાન હોય અને તે ફિલ્મ ચર્ચામાં ન હોય તેવું ક્યારેય ન બની શકે! એવી ખબર છે કે આ ફિલ્મમાં ઇમરાન અને એશાએ ઘણા હોટ સીન આપ્યા છે. આ સિવાય રણદીપ હુડા પણ આ ફિલ્મનો ભાગ છે. આ ફિલ્મની અભિનેત્રી એશાની વાત કરીએ તો તે મોડલમાંથી એક્ટર બની છે અને પહેલાં પણ તે ઘણી ચર્ચામાં રહી ચૂકી છે. આજે જે બે હોટ કપલ આ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે, તો સ્વાભાવિક જ છે કે ફિલ્મનું ચર્ચામાં રહેવું સામાન્ય બાબત છે, પરંતુ વાત તો ત્યારે મોટી હશે જ્યારે આ ફિલ્મ દર્શકોને પસંદ આવે.