Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 12:39:43 AM IST
 

રોગોની બદલાતી પેટર્ન ફાર્મા કંપનીઓ માટે મોટો પડકાર

Apr 12, 2012 Business > Corporate News
 
Tags:   Gujarat pharma industry Pune Virus Company Gujarat Disease H1 N1 Pankaj patel FICCI comment     E-Mail     Print    
 
Viewed: 741
Rate: 3.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૧૨

ફાર્મા સેક્ટરમાં થઇ રહેલા નવા નવા સંશોધનોની સાથે સાથે સ્પર્ધા તીવ્ર બની રહી છે. આ ઉપરાંત રોગની બદલાઇ રહેલી પેટર્નથી ફાર્માસ્યુટિકલ્સ સેક્ટર સામે નવા પડકારો ઊભા થયા છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૩ની તૈયારીના ભાગ રૂપે ફિક્કી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ફાર્મા કોન્કલેવને સંબોધતા રાજ્યના આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, લાઇફસ્ટાઇલ સંબંધી રોગો વધી રહ્યાં છે. બદલાઇ રહેલા વાતાવરણના કારણે રોગની પેટર્ન બદલાઇ રહી છે. આ પડકારને પહોંચી વળવા માટે ફાર્મા સેક્ટરને નવા નવા સંશોધનો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમણે જણાવ્યું કે પીએચડી કરનાર વિદ્યાર્થીને ફિલ્ડ ઓરિએન્ટેડ રિસર્ચ શીખવવાની જરૂર છે.

ફિક્કી ગુજરાતના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું કે, ૨૦૧૦માં ગ્લોબલ ફાર્મા ઉદ્યોગનું કદ ૮૫૬ અબજ ડોલરનું અંદાજવામાં આવ્યું હતું. વધી રહેલા લાઇફ સ્ટાઇલ સંબંધી રોગોના કારણે છેલ્લા પાંચ વર્ષથી આ સેક્ટર સાત ટકાના સીએજીઆરથી વધી રહ્યું છે. દવાઓના ઉત્પાદનમાં વોલ્યુમના સંદર્ભમાં ભારતનું સ્થાન ત્રીજું પરંતુ વેલ્યૂના સંદર્ભમાં ચૌદમું છે. ૨૦૨૦ના વર્ષ સુધીમાં આ ઉદ્યોગનું કકદ ૬૦ અબજ થવાની ધારણા છે.

ગુજરાત ફાર્મા ઉદ્યોગમાં અગ્રેસર છે. દેશના કુલ ફાર્મા ટર્નઓવરમાં ૩૦ ટકા ફાળો આપે છે. નિકાસમાં પણ ૨૮ ટકાનો હિસ્સો આપે છે. ગુજરાતના ફાર્મા ઉદ્યોગનો ૧૦૦ વર્ષ જૂનો ઇતિહાસ છે. પરંતુ ચીન અને દ.કોરિયા મોટા પાયે બાયો ફાર્મા પાછળ રોકાણ કરી રહ્યાં છે. બાયોલોજિકલ ડ્રગ્સમાં સખત સંશોધન થઇ રહ્યું છે. પરંતુ હવે રોગની પેટર્ન બદલાતા ભારતમાં ર્કાિડયો વાસ્ક્યુલર, ઓબેસિટી અને ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યાં છે. જેના માટે ફાર્મા સેક્ટરમાં સતત સંશોધન અને ઇનોવેશનની જરૂ ર છે. ગુજરાત ક્લિનિકલ રિસર્ચમાં લેન્ડમાર્ક બન્યું છે તે રીતે અનેક નવા સંશોધનો આપી શકે એમ છે એમ ટાંકીને તેમણે સ્વાઇન ફ્લૂ રોગના દેખા દીધા બાદ નવ મહીનામાં વેક્સીન ડેવલપ કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.  તેમણે જણાવ્યું કે ડ્ગ માસ્ટર ફાઇલમાં ગુજરાતની કંપનીઓનો ૨૫ ટકા ફાળો છે. ઇન્ડસ્ટ્રીઝ કમિશનર એમ. સાહુએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ માટે જુદા જુદા વિષયો પર ૧૦૦ ઇવેન્ટ થનાર છે. આગામી ચારથી પાંચ વર્ષમાં નવા છથી

ગુજરાતના ફાર્મા ઉદ્યોગની વિશેષતાઓ
૧૦૫ વર્ષ જૂનો ઉદ્યોગ
દેશના ફાર્મા સેક્ટરમાં ૧૪ ટકા યુનિટોનું ટર્નઓવરમાં ૩૦ ટકા યોગદાન
ભારતની ફાર્મા સેક્ટરની નિકાસમાં ૨૮ ટકા ફાળો
ફાર્મા મશીનરીના ઉત્પાદનમાં ૪૦ ટકા ફાળો
૬૦,૦૦૦ લોકોને સીધી રોજગારી,

એચવનએનવન વાયરસની ટેન્ડન્સી બદલાઇ
સામાન્ય રીતે ઠંડીમાં પ્રસરતા વાયરસ આ વખતે ગરમી શરૂ  થયા પછી પણ શમવાનું નામ લેતા નથી. જે ડોક્ટરો અને ફાર્મા કંપનીઓ માટે પડકારરૂ પ છે. આ વખતે એચવનએનવન વાયરસે ગરમીમાં પણ દેખા દીધી છે. સ્વાઇન ફ્લૂના ત્રણ દર્દીના મોત થયા છે. આના કારણે તેના કારણે જાણવા હાલ રાજ્યના આરોગ્ય વિભાગે કવાયત શરૂ  કરી છે. આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, ઘણી વખત વાયરસના બાયોસેલ્યુલર સ્ટ્રક્ચર બદલાવાના કારણે વેક્સીન પણ બેઅસર થઇ જાય છે. સ્વાઇન ફ્લૂ માટે તો આજે પણ ટેમી ફ્લૂ અસરકારક સાબિત થઇ છે. સ્વાઇન ફ્લૂની દર્દીની સારવાર કરનારે પણ સાવચેતીના ભાગરૂ પે એક-એક ટેમી ફ્લૂ લેવી જોઇએ.

પુનાની વાયરોલોજી ઇન્સ્ટિટયુટનું કહેવું છે કે, સ્વાઇન ફ્લૂનોે વાયરસ અસ્તિત્વમાં છે.વાયરસની ટેન્ડન્સી સતત બદલાતી હોઇ વેક્સીન બેઅસર થઇ જાય છે. સ્વાઇન ફ્લૂની સૌપ્રથમ વેક્સીન ડેવલપ કરનાર ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું કે, એચવનએનવન વાઇરસની ટેન્ડન્સીને ધ્યાને રાખીને હાલ આ વેક્સીનમાં નવા રીસર્ચ ચાલુ છે. સામાન્ય રીતે કોઇપણ વેક્સીન એક વર્ષથી વધુ ચાલે જ નહીં 'હુલ્લ દ્વારા દર વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં નવો વાયરસ આપવામાં આવે છે, તેના આધારે વેક્સીનમાં પણ સંશોધન કરીને વેલ્યુએડિશન કરવું પડે છે. જોકે જાન્યુઆરીમાં સ્વાઇન ફ્લૂનોે વાઇરસ હૂ દ્વારા આપવામાં આવ્યો છે, તેમાં કોઇ ફેરફાર નથી. પરંતુ તાજેતરમાં પુનાની વાયરોલોજી સંસ્થાએ આ વાયરસની ટેન્ડન્સી બદલાઇ હોવાનો સંકેત આપ્યો છે. કારણ કે ગરમીમાં પણ સ્વાઇન ફ્લૂએ દેખા દેતા આ વાતને સમર્થન મળી રહ્યું છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com