ફેસબુકે ‘પોક’ લોન્ચ કર્યું ત્યારે અનેક લોકો તેનાથી પ્રભાવિત હતા. ફક્ત એક ક્લિક કરો અને સોશિયલ નેટર્વિંકગ સાઇટ પર સામેની વ્યક્તિને યાદ કરો અથવા તમારી યાદ અપાવો. પરંતુ અત્યારના જાતભાતના એપથી કંટાળેલી ‘સ્માર્ટફોન-ઇરા જનરેશન’ માટે એક અનોખું એપ ડેવલપ કરાયું છે, ‘થમ્બકિસ’. આ એપની મદદથી બે આઇ ફોન યુઝર્સ એકબીજાને પોતાના અંગૂઠાની છાપ મોકલી શકે છે. નવાઇની વાત તો એ છે કે, જ્યારે તમારા આઇ ફોનમાં ફિંગર પ્રિન્ટ દેખાય છે ત્યારે સ્ક્રીન ધીમે ધીમે લાલ થાય છે અને છેલ્લે ફોન વાઇબ્રેટ પણ થાય છે. કેનેડાની યુનિર્વિસટી ઓફ વોટરલૂના વિદ્યાર્થીઓ દ્વારા ફેબ્રુઆરીમાં તૈયાર કરાયેલું ‘થમ્બકિસ’ અત્યારે એપની દુનિયામાં હોટ ફેવરિટ છે.