Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 04:12:15 AM IST
 

Project Glass

Apr 12, 2012 Supplements > i Tech
 
comment     E-Mail     Print    
 
Viewed: 340
Rate: 5.0
Rating:
Bookmark The Article

Google Goggles to replace your Smartphone.

ફ્યૂચર ટેક

ગયા અઠવાડિયે ગૂગલે પ્રોજેક્ટ ગ્લાસનું જાહેરમાં ડેમોસ્ટ્રેશન રજૂ કર્યું હતું, જેને આ વર્ષની સૌથી ચર્ચાસ્પદ પ્રોડક્ટ ગણવામાં આવે છે. ગૂગલ ગોગલ્સ અત્યારના તમામ સ્માર્ટફોનની ‘છુટ્ટી’ કરી દેશે એવું ટેક નિષ્ણાતો માની રહ્યા છે.

ગૂગલના પ્રોજેક્ટ ગ્લાસ અથવા ગૂગલ ગોગલ્સ એક એવું ડિવાઇસ છે જે તમારા સ્માર્ટફોનને થોડા જ વર્ષોમાં રિપ્લેસ કરી દેશે. ગૂગલે આ ગોગલ્સને ઓગ્મેન્ટેડ રિયાલિટી ગ્લાસ’ જેવું ફેશનેબલ નામ આપ્યું છે, કારણ કે, આ ગોગલ્સ પહેર્યા પછી યુઝર્સને અત્યાર સુધીની કોઇ પણ ટેક્નોલોજીને ટપી જાય એવી ‘અતિ-વાસ્તવિક’ ઇમેજ, વીડિયો ક્વોલિટી મળશે. ગૂગલે તાજેતરમાં જ આ ગોગલ્સનો સફળતાપૂર્વક ટેસ્ટ કર્યો છે.

ગૂગલના એન્જિનિયરોએ ડેવલપ કરેલા આ રિયાલિટી ગ્લાસ તમારા સ્માર્ટફોનની જેમ જ કામ કરશે. આ ગોગલ્સ થકી યુઝર્સ કોલ, મેસેજ, ફોટોગ્રાફી વગેરે કરી શકશે. હા, ગોગલ્સને કમાન્ડ આપવા યુઝર્સે ફક્ત કંઇક બોલવાનું રહેશે અને હાથનો ઉપયોગ કરવાની બિલકુલ જરૂર નહીં રહે, આમ ગોગલ્સ પહેર્યા પછી વાતો કરવા કે પછી મેસેજ કરવા હાથનો ઉપયોગ કરવાની જરૂર જ નહીં રહે એટલે કે, તમે ક્રિકેટ રમતાં-રમતાં પણ વાતચીત, ટેક્સ્ટ વગેરે કરી શકશો.

આ ગોગલ્સની બાજુમાં નાનકડા સ્ક્રીન પર તમામ માહિતી દેખાશે. આ સ્ક્રીનના નાનકડા સ્ક્રીનમાં તમે મિટિંગ કરી શકશો, બુકસ્ટોર શોધવા કે દિશા શોધવા જીપીએસની મદદ લઇ શકશો અને વીડિયો કોન્ફરન્સ પણ કરી શકશો. ગૂગલ ગોગલ્સ સામાન્ય ગ્લાસ કરત્માં થોડા જાડા પરંતુ સ્ટાઇલિશ હશે અને તેના હાઈ-ટેક ‘પૂર્જા’ તમારી સ્ટાઇલ નહીં બગાડે. ગૂગલ ગોગલ્સમાં યુઝર્સને સ્માર્ટફોનમાં મળતી તમામ સુવિધા મળશે.

આ ડિવાઇસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમના આધારે ડેવલપ કરાયું છે. આ એન્ડ્રોઇડ ડ્રિવન ડિવાઇસ આ વર્ષના અંત સુધીમાં બજારમાં આવી જશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com