મુંબઈ : ૧૨ એપ્રિલ ૨૦૧૨
બોલિવૂડમાં નંબર-૧નું ‘શીતયુદ્ધ’ વર્ષોથી અસ્તિત્વમાં છે. વળી, આ રેસને અભિનેતાઓ કરતા અભિનેત્રીઓ વધુ ગંભીરતાથી લે છે. લગભગ દરેક સ્ટાર અભિનેત્રીને લાગે છે કે, તે ઇન્ડસ્ટ્રીની એકમાત્ર નંબર-૧ અભિનેત્રી છે.
આ અંગે કંગના રણૌત કહે છે કે, “પહેલા નંબરે રહેવું કોને ના ગમે, મને પણ આ બિરુદ પસંદ છે. પરંતુ કેટલીકવાર તેનાથી મૂંઝવણ પણ સર્જાય છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નંબર-૧ના માપદંડ ખરેખર શું છે? કેટલીકવાર બોક્સ ઓફિસ હિટ તેમજ લોકોના પ્રેમ, લોકપ્રિયતાના કારણે આ બિરુદ મળી જતું હોય છે.”
કંગના કહે છે કે, “ખરેખર નંબર-૧ હોવું એટલે શું? કેટલાક નંબર-૧ કહેવાને લાયક હોતા નથી. આમ છતાં તેઓ આવો દાવો કરતા રહે છે. ઇન્ડસ્ટ્રીમાં અનેક અયોગ્ય લોકો આવો દાવો કરી રહ્યા છે.”