મુંબઈ : ૧૨ એપ્રિલ ૨૦૧૨
અક્ષયકુમાર ઘણાં લાંબા સમય પછી ‘રાઉડી રાઠોડ’ નામની એક્શન ફિલ્મ કરી રહ્યો છે અને તેણે કબૂલ્યું છે કે, આ ફિલ્મમાં ડાન્સ કરવા તેણે ઘણો પરસેવો પાડવો પડયો છે. કેમ નહીં, આ ફિલ્મ ડિરેક્ટર પ્રભુદેવા એક પણ ગીતના ડાન્સ સ્ટેપમાં કચાશ રાખવા માંગતા નથી.
અક્ષય કહે છે કે, “પ્રભુ જે કંઇ મને કહેતો, તેનું હું ભરપૂર રિહર્સલ કરતો. તેના સ્ટેપ ઘણાં અઘરા હોવાથી તુરંત શીખવામાં મુશ્કેલી પડતી. મારે તે ડાન્સ સ્ટેપ શીખવા વારંવાર રિહર્સલ કરવું પડતું.”
‘રાઉડી રાઠોડ’ના પ્રમોશન માટે ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ ટીવી શોમાં એક ડાન્સ સિક્વન્સ કરવા પણ અક્ષયે ભરપૂર પ્રેક્ટિસ કરવી પડી હતી. આ ફિલ્મ ૧૫મી જૂને સિનેમાઘરોમાં આવી જશે.