Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 09:02:02 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

Heroines at Cannes

Apr 12, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 227
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ : ૧૨ એપ્રિલ ૨૦૧૨

હવે કેન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડના કલાકારોની હાજરી સામાન્ય બનતી જાય છે. આ વર્ષે ૧૬થી ૨૭મી મે સુધી યોજાનારા આ વિશ્વ વિખ્યાત ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય, અર્જુન રામપાલ અને બિપાશા બાસુ હાજરી આપવાના છે.

અર્જુન રામપાલે તાજેતરમાં જ કહ્યું હતું કે, “મારી એવી ઇચ્છા છે કે, ફિલ્મ ‘હિરોઇન’નું સ્ક્રીનિંગ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવે. મધુર ભંડારકરે પોતાની આ ચર્ચાસ્પદ ફિલ્મની ગયા વર્ષે જાહેરાત કરી હતી. અગાઉ આ ફિલ્મ ઐશ્વર્યા રાય સાથે સાઇન કરવામાં આવી હતી, પરંતુ તે સમયે ઐશ્વર્યા પ્રેગનન્ટ હોવાથી તેને આ ફિલ્મમાંથી ખસી જવું પડયું હતું. બાદમાં મધુર ભંડારકરે આ ફિલ્મમાં કરીનાકપૂરને સાઇન કરી હતી. નોંધનીય છે કે, લોરિયલની બ્રાન્ડ એમ્બેસેડર હોવાના નાતે ઐશ્વર્યા વર્ષ ૨૦૦૨થી ‘ગ્લોબલ ફેસ’ તરીકે કેન્સમાં હાજરી આપે છે.

આ વખતે બિપાશા બાસુ પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મ સિંગ્યુલારિટી’ને પ્રમોટ કરવા આ ફેસ્ટિવલમાં હાજરી આપશે. આ ફિલ્મ ૧૮મી સદીના કોલોનિયલ ભારતના એંગ્લો-મરાઠા યુદ્ધ પર આધારિત છે. અભય દેઓલની પણ આ પહેલી હોલિવુડ ફિલ્મ છે. જોકે બિપાશા કંઇ પહેલીવાર કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નથી જઇ રહી. વર્ષ ૨૦૦૭માં ‘ધન ધના ધન ગોલ’ના પ્રમોશન માટે તેણે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. એ વખતે તેનો એક્સ બોયફ્રેન્ડ જ્હોન પણ તેની સાથે હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com