Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 10:44:04 PM IST
 

૫૦ લાખ રૂપિયાની લિવિંગ ડોલ!

Apr 12, 2012 Offbeat
 
comment     E-Mail     Print    
 
Viewed: 2497
Rate: 5.0
Rating:
Bookmark The Article

ટોકિયો, તા.૧૨

આ ડોલ ચહેરા પર ૬૫ પ્રકારના ભાવ દર્શાવી શકે છે

આ એવી ઢીંગલી છે જેને જોઇને તમે મૂંઝવણમાં મૂકાઇ શકો છો કે આ ઢીંગલી નહીં પરંતુ કોઇ જીવિત બાળકી છે. આ રોબોટિક ઢીંગલીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પોતાના ચહેરા પર ૬૫ પ્રકારના ભાવ દર્શાવી શકે છે. ચેહરાના ભાવ પણ એવા કે કોઇ જાણી ન શકે કે આ કઇ રીતે કન્ટ્રોલ કરવામાં આવી રહી છે, તેનું હસવું, સ્મિત કરવું કે દુખી થવું બધું જ તદ્દન વાસ્તવિક લાગે છે. ઢીંગલીની સ્કિનની અંદર તેને ઓટોમેટિક કન્ટ્રોલ કરવા માટે મિકેનિકલ ડિવાઇઝ મૂકવામાં આવ્યું છે.

આ ઢીંગલી જાપાનનાં ઓસાકા યુનિર્વિસટીના રોબોટ ડિઝાઇનર હિરોશી ઇશીગુરાએ બનાવી છે, તેનું નામ જેમિનોયડ એફ રાખવામાં આવ્યું છે. ઢીંગલી બનાવનારા હિરોશીએ જણાવ્યું હતું કે તે એવુ રોબોટ બનાવવા માગતા હતા કે જેને લોકો જોઇને મૂંઝવણમાં મુકાઈ જાય કે આ કોઇ મનુષ્ય છે. આ સંદર્ભમાં જ આ ઢીંગલી બનાવવામાં આવી છે. આ પ્રકારની ઢીંગલી ચીન અને હોંગકોંગનાં કેટલાંક મોટાં બજારોમાં મૂકવામાં આવી છે. આ બજારોમાં આ ઢીંગલી સૌનું ધ્યાન ખેંચી રહી છે. આ ઢીંગલીની કિંમત લગભગ ૫૦ લાખ રૂપિયા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com