Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 05:20:44 PM IST
 

નાગને પાંચ કે ત્રણ મુખી બતાવી જિલ્લાની નજીક જ દેખા દીધી હોવાની અફવાઓ

Apr 13, 2012 Baroda > Bharuch-Narmada
 
comment     E-Mail     Print    
 
Viewed: 479
Rate: 0
Rating:
Bookmark The Article

ભરૂચ,તા.૧૨

સાંપ્રત સમયમાં ફેસબુક પણ લોકો માટે હવા પાણી અને ખોરાકની માફક આવશ્યકતા બની ગઇ હોય તેમ લાગી ગયુ છે. નાના બાળકથી લઇને વૃધ્ધ સુધી તમામ હવે ફેસબુકની કોમેન્ટો અને સ્ટેટસથી દુર રહી શક્યા નથી. શુભ સવારથી લઇને શુભ રાત્રી સુધી તમામ શુભેચ્છાઓ હવે ફેસબુકના જ માધ્યમથી પાઠવવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોએ તેને અંધશ્રધ્ધા ફેલાવવાનું સાધન બનાવી દીધુ હોય તેમ લાગી રહયુ છે. ભરૂચ પંથકમાં હાલમાં ફેસબુક ઉપર પાંચ મુખ વાળા નાગના ફોટાએ ભારે ઉત્તેજના ફેલાવી છે. વળી આ નાગ ભરૂચના અંતરિયાળ

વિસ્તારોમાં જોવા મળ્યો હોવાની અફવાઓએ લોકોમાં ભારે ઉત્તેજના જતાવી છે.

  • કોમ્પ્યુટરની કરામત કહો કે કેમેરાની કરામતથી નાગની આભા ઉભી કરાઇ

ફેસબુકનું માધ્યમ હવે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા માધ્યમ તરીકે પ્રસ્થાપિત થઇ ગયુ છે. અને લોકો હવે આખા દિવસ દરમિયાન મોટા પાયે ફેસબુકનો ઉપયોગ કરી રહયા છે. ફેસબુકના માધ્યમથી દુર દુર રહેતા લોકો પણ એકમેકના સંપર્કમાં રહી ગયા છે તે સારી બાબત છે. પરંતુ આ જ માધ્યમથી હવે લોકો અંધ શ્રધ્ધા ફેલાવવાનું પણ કામ કરી રહયા છે. હાલમાં ભરૂચ જિલ્લામાં ફેસબુક ઉપર એક વ્યક્તિ દ્વારા મુકાયેલા ફોટાએ ભારે ઉત્તેજના જગાવી છે. આ વ્યક્તિએ પાંચ મુખ વાળો નાગનો ફોટો મુક્યો છે. અને કોમેન્ટ કરી છે કે આ નાગ ભરૂચ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં જોવા મળ્યો હતો. અને થોડા સમય પુર્વે દેવમોગરા નજીક પણ આ નાગે દેખા દીધી હતી. વળી તેના સુરમાં કેટલાક સ્થાનિક લોકોએ પણ સુર પુરાવ્યો હતો. પરંતુ તે કદાચ પ્રસિધ્ધિ માટેનો સ્ટંટ હોઇ શકે. કારણ કે આવા પાંચ મુખ વાળા નાગનું અસ્તિત્વ જ નથી. વિશ્વમાં સાપની જેટલી પણ પ્રજાતિઓ છે તેમાં કોઇ પણ પ્રજાતિ પાંચ મુખ વાળી કે ત્રણ મુખ વાળી નથી. જો કે ફેસબુક ઉપર ફેલાયેલી આ અંધશ્રધ્ધાના કારણે કેટલાકે તો રાતો રાત આ નાગ દેવતાના ફોટા મોટા કરાવી પુજામાં પણ મુકી દીધા છે. અને કેટલાક તકસાધુઓએ તો આ નાગનો ફોટો બતાવી શ્રધ્ધાળુઓને લૂંટવાની પણ શરૂઆત કરી દીધી છે. સર્પ અંગે જાણકાર તજજ્ઞાો પંકજ રાઠોડે જણાવ્યુ હતુ કે હાલ સુધીમાં જાણવા મળ્યા મુજબ ઓસ્ટ્રેલિયાના એક ઝુ માં માત્ર બે મોં વાળા સાપને જોયો છે. જો કે તે શેષ નાગ ન ગણી શકાય બાકી પાંચ મોં વાળા સાપ કે ત્રણ મો વાળા સાપનું અસ્તિત્વ જ નથી. જેમ ક્યારેક ક્યારેક કોઇ પ્રાણીમાં અથવા તો મનુષ્યોમાં જોડીયા બાળકો એકમેકથી જોડાયેલા હોય છે તેવું કદાચ સાપોમાં થઇ શકે કે બે મોં એક જ સાપ સાથે જોડાયેલા હોઇ શકે પરંતુ પાંચ મોં કે ત્રણ મોં વાળો નાગ શક્ય જ નથી. આ માત્રને માત્ર અંધશ્રધ્ધા જ હોઇ શકે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com