Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 12:49:58 AM IST
 

લક્ષ્મીજી રોકાઈ ગયા

Apr 13, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 336
Rate: 0
Rating:
Bookmark The Article

સંદેશ’ ૧૨થી ૧૮ એપ્રિલ દરમિયાન હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે. આ નિમિત્તે ઐતિહાસિક સ્મારક ઓળખો’ સ્પર્ધાનું આયોજન છે. વિજેતાને ઈનામથી નવાજાશે.

ભદ્ર કિલ્લાની સામે આવેલા ત્રણ દરવાજાથી કોઈ પણ અમદાવાદી અપરિચીત નહીં હોય. ત્રણ દરવાજા સ્થાપત્ય સૌંદર્યનો ઉત્તમ નમૂનો છે. આ દરવાજા સાથે માત્ર મુઘલ કાળના સ્થાપત્યની જ વાત નથી વણાયેલી પરંતુ હિંદુ ધર્મસંબંધી લોકવાયકા પણ એટલી જ ગાઢ રીતે જોડાયેલી છે. આજે પણ ઘણા લોકો લક્ષ્મીદેવી અહીં રોકાઈ ગયા હોવાનું માને છે. લોકકથા મુજબ એક મોડી રાત્રે લક્ષ્મીમાતાએ કોટ વિસ્તારમાંથી નીકળી જવાનું નક્કી કર્યું. બહાર નીકળવા માટે લક્ષ્મીમાતા ત્રણ દરવાજે પહોંચ્યા ત્યારે અહીં રખેવાળી કરતા ખ્વાજા સિદ્દીકીએ તેમને રોક્યાં. રખેવાળે કહ્યું કે સુલતાનની મંજૂરી વિના રાત્રીના સમયે કોઈને પણ બહાર ન જવા દેવા, એવો મને આદેશ છે, એટલે તમે ભલે પૂજનીય માતા હો છતાં હું તમને મંજૂરી વિના બહાર નહીં જવા દઈ શકું. આ સાંભળી લક્ષ્મીજીએ સિદ્દીકીને કહ્યું કે સારું તો જા જઈને સુલતાનની મંજૂરી મેળવી આવ અને વચન આપ્યું કે જ્યાં સુધી તું સુલ્તાનને પૂછીને પાછો નહીં આવે ત્યાં સુધી હું અહીંથી બહાર નહીં જાઉં. રખેવાળ સુલ્તાન અહેમદ શાહ પાસે ગયો અને હકીકત જણાવી સુલતાનને વિનંતી કરી કે અત્યારે જ પોતાનું મસ્તક ધડથી અલગ કરી દો. જેથી તે ત્રણ દરવાજે પાછો જ ન જઈ શકે અને અમદાવાદ શહેરમાંથી લક્ષ્મી બહાર જતા અટકી જશે. સિદ્દીકીના બલિદાનને કારણે લક્ષ્મીજી ત્રણ દરવાજાની અંદર રોકાઈ ગયાં. સિદ્દીકીની યાદમાં ૬૦૦ વર્ષથી ત્રણ દરવાજાની વચ્ચેના દરવાજામાં અખંડ દીવો કરવામાં આવે છે.

૨૦ કિલો ભોજન.મોહમદ બેગડો રોજ ૧૦૦ કેળાં, એક ગ્લાસ ઘી, મધ સાથે કુલ આટલું ભોજન આરોગતો હતો

ત્રણ દરવાજા ૧૪૮૬

મરાઠા શાસકોએ સ્ત્રી ભ્રુણહત્યા સામેના ફરમાનને આરસની તકતીમાં કોતરાવ્યું હતું.

હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીકમાં આજે પણ મુસ્લિમ અખંડ દીવો કરે છે.

આ નગરમાં પ્રવેશવા માટે કુલ ૨૧ દરવાજા હતા. આજે માત્ર ૧૪ દરવાજાઓનું અસ્તિત્વ છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com