રાજકોટઃ
પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી. ફળદુની આગેવાનીમાં નીકળેલી કિસાન હિત યાત્રાને જોઈએ તેવો પ્રતિસાદ ન સાંપડતાં યાત્રાના સંચાલકો મુંઝવણમાં મુકાયા છે. સ્થાનિક આગેવાનોને પણ નબળી કામગીરી બદલ ઠપકો આપવામાં આવ્યાની વિગતો સાંપડે છે. રાજકોટથી રવાના થયેલી કિસાન હિતયાત્રાને એક માત્ર ગોંડલમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. ગોંડલમાં સ્થાનિક કાર્યકરો, આગેવાનોની મહેનતને કારણે સારી એવી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા. બાદમાં જેતપુર, ઘોરાજી કે ઉપલેટમાં કિસાન હિતયાત્રાની સભાઓમાં જુજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો પણ હાજર રહ્યા ન હોવાનો રિપોર્ટ થયો હતો. કિસાન હિત યાત્રા કરતા અન્ય કાર્યક્રમમાં ભીડ ઉપસ્થિત રહી હતી. ખેડૂતો જ આગેવાનોને સાંભળવા આવતા ન હોય તેના કારણે યાત્રાના સંચાલકોએ જિલ્લાના આગેવાનો સુધી નારાજગી પહોંચાડી હતી.