Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 02:47:28 PM IST
 

મંત્રીની કારમાંથી ATM કાર્ડની ચોરીમાં શકમંદની ધરપકડ

Apr 13, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 493
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા. ૧૨

રાજયના માર્ગ અને મકાન રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારની કારમાંથી એટીએમ કાર્ડ ચોરીને રૂ. ૪૯,૦૦૦ ઉપાડી લેવાના પ્રકરણમાં સયાજીગંજ પોલીસે સીસીટીવી ફુટેજ પરથી શંકાના આધારે એક આરોપીની ધરપકડ કરી હતી. મુદ્દામાલ રિકવર કરવા માટે પોલીસે આજે કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ રિમાન્ડ અરજી નામંજુર કરીને આરોપીને શરતી જામીન પર મુકત કરવાનો અદાલતે હુકમ કર્યો હતો.

 રાજયના માર્ગ અને મકાન રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારની કાર ગત ૨૪મી તારીખે ફતેગંજ સેવનસીઝ મોલ પાસે પાર્ક કરીને ડ્રાઈવર શૈલેષ બળવંત મકવાણા નજીકમાં કામ માટે ગયો હતો. ત્યારે કારમાંથી પર્સની ચોરી થઈ હતી. આ પર્સમાં કામના કાગળો ઉપરાંત ઈલાબા પરમાર નામનું એચડીએફસી બેંકનું એટીએમ કાર્ડ હતું. આ કાર્ડનો કારેલીબાગ વીઆઈપી રોડ પર આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ સેન્ટરમાં ઉપયોગ કરીને ભેજાબાજે રૂ. ૪૯,૦૦૦ ઉપાડી લીધા હતા. પોલીસ તપાસમાં એવી હકિકત ખુલી હતી કે, જે પર્સની ચોરી થઈ હતી તે પર્સમાં એટીએમ કાર્ડ સાથે તેના પાસવર્ડની ચિઠ્ઠી લખી રાખી હતી. પોલીસે બેંક પાસે સીસીટીવી ફુટેજ માગતા રમેશ અંબાલાલ સોલંકી (રહે, સહજ વિદ્યાલય પાસે, આજવા રોડ) શંકાસ્પદ હાલતમાં જણાયો હતો.

પોલીસે રમેશ સોલંકીની શંકાના આધારે ધરપકડ કરી હતી. રમેશ સોલંકી ઈસ્ત્રીની લારી ચલાવે છે. પોલીસે તેની પૂછપરછ કરીને ઘરે પણ તલાશી લીધી પણ રોકડ રકમ કે તેમાંથી ખરીદેલી કોઈ ચીજવસ્તુ મળી નહતી. પોલીસે ગુરૂવારે કોર્ટ પાસે રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે આરોપીએ સવારે ૯ થી સાંજે ૫ સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહીને તપાસમાં સહકાર આપવો, તેવી શરત સાથે આરોપીના જામીન મંજૂર કર્યા હતા.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com