ચંદીગઢ 13, એપ્રિલ
વિશાલ ભારદ્વાજની નવી ફિલ્મ 'મટરૂ કી બિજલી કા મન ડોલા' નાં હિરો ઈમરાન ખાન અને અભિનેત્રી અનુષ્કા શર્મા બુધવારે આવેલાં તોફાનમાં બચી ગયાં હતાં. જો કે યુનિટનાં પાંચ સભ્યો તોફાનની લપેટમાં આવી ગયાં હતાં.
પાંચ ઘાયલોની સારવાર થઈ રહી છે. આ ફિલ્મનું શુટિંગ ચંદીગઢમાં થઈ રહ્યું હતું. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર તોફાનની ગતિ તેજ હતી. 5 ક્રૂ મેમ્બર 20 ફૂટ ઉંચા ટાવર પરથી નીચે પડ્યાં હતાં. આ જ તોફાન દરમિયાન ક્રૂ માં ઈમરાન ખાન અને અનુષ્કા શર્મા પણ હાજર હતાં.
ફિલ્મ નિર્દેશક વિશાલે જણાવ્યું હતું કે, "તેઓ આ ઘટનાથી ગભરાઈ ગયાં હતાં. તોફાનની રાત અમારા માટે ભયાનક હતી. અમારા ટીમનાં માણસોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સેટ પરનાં અમારા સાધનોને નુકશાન પહોંચ્યું છે. જો કે અમને માત્ર માણસોની ચિંતા છે."