મુંબઈ 13, એપ્રિલ
બોલિવૂડ ફિલ્મ મેકર અને નિર્માતા પ્રકાશ ઝાની નવી ફિલ્મ 'ચક્રવ્યૂહ' વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મની શુટિંગ હજુ તો હમણાં શરૂ થઈ છે, ત્યાં તો પ્રકાશ ઝા પર આદિવાસી કલાકારોનાં શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે.
સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝા પોતાની ફિલ્મ 'ચક્રવ્યૂહ' નું શુટિંગ ભોપાલમાં કરી રહ્યાં હતાં અને તે સમયે તેમને ડાન્સ માટે આદિવાસીઓની જરૂર હતી. તેમણે દૂરથી આદિવાસીઓને બોલાવ્યાં હતાં અને બાદમાં કામ કરાવ્યાં વગર જ તેઓને પાછાં મોકલી દીધાં હતાં.
ઘણાં રાજકીય નેતાઓએ એસસીએસટી એક્ટ અંતર્ગત પ્રકાશ ઝાની વિરુદ્ધમાં કેસ દાખલ કરવાની માંગણી કરી છે. પ્રકાશ ઝાએ આદિવાસી કલાકારોને પાછાં મોકલી દીધાં હતાં અને વિદ્યાર્થીઓની મદદથી શુટિંગ ચાલુ કર્યું હતું.