Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 12:37:26 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

અઝહરના શતકની મદદથી ભારતીય સાંસદોની શાનદાર જીત

Apr 13, 2012 Sports
 
Tags:   Cricket Mohammad Azharuddin T20 Cricket Match Dharamsala MP Team comment     E-Mail     Print    
 
Viewed: 2054
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

ઘર્મશાળા 13, એપ્રિલ

પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદીનના અણનમ 100 રનની મદદથી અને અનુરાગ ઠાકુરની 27 રનમાં 4 વિકેટની મદદથી ભારતીય સાંસદોએ ધર્મશાળામાં રમાયેલી એક મૈત્રી ટી-20 મેચમાં બ્રિટનના સાંસદોને શિકસ્ત આપી હતી.

અઝહરે 46 બોલમાં 17 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ 100 રન ફટકાર્યા હતા. અઝહરની આ શાનદાર ઈંનિગની મદદથી ભારતીય સાંસદોએ નિર્ધારિત 20 ઑવર્સમાં 226 રન બનાવ્યા હતા. 227 રનના પડકાર સામે મેદાને પડેલા બ્રિટન સાંસદો 9 વિકેટે 170 રન જ બનાવી શક્યા હતા.

હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘના મેદાનમાં આયોજિત આ મેચમાં અઝહરે પોતાના જૂના દિવસો તાજા કર્યા હતા. અઝહર એક સમયે વિશ્વ ક્રિકેટમાં પોતાની કલાત્મક બેટિંગ માટે વિખ્યાત હતા. મુરાદાબાદના સાંસદ અઝહર ઉપરાંત હરિયાણાના સાંસદ કુલદીપ બિશ્નોઈએ પણ અઝહરનો સાથ આપીને શાનદાર બેટિંગ કરી હતી. બિશ્નોઈએ 39 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

મેચ બાદ અઝહરૂદીને આ મેદાન અંગે કહ્યું કે કેપટાઉન અને ન્યૂઝિલેન્ડના ન્યૂ પ્લાઈમાઉથ પછી આ વિશ્વનું ખરેખર સુંદર મેદાન છે. અહીં ટેસ્ટ મેચ રમાડવાનું આયોજન પણ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આઈસીસી અને બીસીસીઆઈએ તાજેતરમાં જ ધર્મશાળાના મેદાન પર એક દિવસીય મેચ રમાવાની પરવાનગી આપી છે. આ મેદાનમાં પ્રથમ મેચ ચાલુ વર્ષના અંતમાં ઈંગ્લેન્ડ સામે રમાશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com