લંડન 13, એપ્રિલ
હોલિવૂડ અભિનેત્રી મેગન ફોક્સ પોતાની સેક્સી ઈમેજથી કંટાળી ગઈ છે. તેને હવે કોમેડી ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા છે. તે કોમેડી ફિલ્મમાં પોતાનું ભાગ્ય અજમાવવા માંગે છે.
સાશા બેરન કોહેનની ફિલ્મ 'ધ ડિક્ટેટર' માં કામ કરી રહેલી 25 વર્ષીય મેગને જણાવ્યું હતું કે હવે લોકો તેને હળવી ઈમેજ સાથે જોવાનું વધુ પસંદ કરશે. તેણે જ્યારે અભિનયની શરૂઆત કરી હતી ત્યારે તે સ્વાર્થી યુવતીનું પાત્ર ભજવી રહી હતી, ત્યારબાદ તેણે રોમેન્ટિક મહિલાનું પાત્ર ભજવ્યું હતું. તેને હવે આ ભૂમિકા કરવી ગમતી નથી.