લંડન 13, એપ્રિલ
હોલિવૂડની આર એન્ડ બી સ્ટાર રિહાના ઓસ્કાર વિનર અભિનેત્રી ગ્વાનેથ પાલ્ટ્રોથી પ્રભાવિત છે. રિહાના પોતાની જાતને ગ્વાનેથની બહુ મોટી ફેન ગણાવે છે. તેને ગ્વાનેથની જીવનશૈલી ગમે છે.
23 વર્ષીય રિહાના કહે છે કે તેને ગ્વાનેથ માત્ર સુંદર છે એટલે જ ગમે છે એવું નથી. તેનાં પતિ ક્રિસ માર્ટિન તરફ પણ હું આકર્ષાઈ છું. ગ્વાનેથની પાસે શું નથી તે હું વિચારું છું. મને તેની સુંદરતાથી ઈર્ષ્યાં થાય છે.