મુંબઈ 13, એપ્રિલ
બોલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન હાલમાં શાકાહારી બનવાની કોશિશ કરી રહી છે. માંસાહારી ભોજનથી દૂર રહેવું તેને મુશ્કેલીભર્યું લાગી રહ્યું છે. ભાગવત્ કેલેન્ડર લોન્ચ કરવા માટેનાં પરિષદમાં 27 વર્ષીય ઝરીને મીડિયાને જણાવ્યું હતું કે હું જન્મથી જ માંસાહારી છું.
તેણે કહ્યું હતું કે મારા માટે શાકાહારી બનવું સરળ નથી. હું એવા લોકોને સલામ કરું છું, જેઓ શાકાહારી છે. હું શાકાહારી બનવા પ્રયત્નો કરી રહી છું. મને થોડી થોડી વારે જે પસંદ હોય તે જમવાની આદત છે. ફિલ્મ 'વીર' થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકનાર અભિનેત્રી ઝરીન ખાનની ફિલ્મ 'હાઉસફૂલ 2 હાલમાં જ રિલીઝ થઈ છે. તેનું વજન વધી જવાનાં કારણે તે શાકાહારી બનવા માંગે છે.