વારણસી,13 એપ્રિલ
બાબા કીના રામ અને અવધૂત ભગવાન રામને અઘોર ફાઉન્ડેશન પણ ગંગાને પ્રદુષણ મુક્ત કરવાના અભિયાનમાં શામિલ થઈ ગયું છે. તેના માટે ફાઉન્ડેશન મંદિરોમાં ચઢાવામાં આવેલા ફુલોને ગંગામાં પ્રવાહિત કરવાની જગ્યાએ જૈવિક ખાતરના રૂપમાં ઉપયોગની પહેલ કરી રહ્યું છે.
આ ક્રમમાં કાશી જ નહી પૂર્વાચલના દરેક મંદિરોથી ફુલોને ભેગા કરી તેમાંથી ખાતર બનાવવામા આવશે. આ ઉદ્યમથી જ્યાં ગંગા તથા અન્ય નદિયોં, તળાવોમાં ફેલાઈ રહેલુ પ્રદુષણ નિયંત્રિત થશે વળી ખેડૂતો માટે પરિશ્રમ આધારિત જૈવિક ખાતરથી ઉપજ વધારવામાં મદદ મળશે. આ આખા અભિયાનને 'શ્રદ્ધાસુમન' નામ આપવામા આવ્યુ છે.
સામે ઘાટ, મહેશનગર સ્થિત અઘોર ફાઉન્ડેશને ગંગામાં વધી રહેલા પ્રદુષણને રોકવા માટે વિભિન્ન મંદિરોમાં શ્રદ્ધાવશ ચઢાવાની માળા અને ફુલોને પ્રોજેક્ટ 'શ્રદ્ધા સુમન' દ્વારા ભેગા કરી તેમાથી જૈવિક ખાદ્ય બનાવાની પ્રક્રિયા રામનગર સ્થિત અમૃત સાગર પર્યાવરણ કેન્દ્રમાં શરૂ કરી દીધી છે.
પ્રોજેક્ટના સૂત્રધાર બાબા હરિહર રામ જીએ પોતાના શિષ્ય વિદ્યાસાગર ઉપાધ્યાયને આની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. વિદ્યાસાગર જણાવે છે કે દરેક મહિને આશરે અઢીથી ત્રણ સો બોરીયો માળા ફુલ ભેગા થઈ જાય છે. આ કાર્યમાં 10 થી 15 હજાર રૂપિયા સુધી ખર્ચા થઈ રહ્યા છે. એક વારમાં આશરે 25 ક્વિંટલ જૈવિક ખાતર તૈયાર થાય છે.
જલ્દીજ આસપાસના ગામોના ખેડૂતોને પણ પ્રશિક્ષણ આપીને ખાતરનો પ્રયોગ કરવાનું કહેવામાં આવ્યુ છે. હાલમાં તૈયાર ખાતરનો પ્રયોગ પરિસરમાં શાક-ભાજી અને ફળ ઉગાળવામાં કરવામાં આવે છે. આના સકારાત્મક પરિણામો સામે છે.
કેવી રીતે બને છે જૈવિક ખાતરઃ-
માળા ફુલોને મંગાવીને પહેલા તેની સાફ સફાઈ કરી પોલિથીન મુક્ત કરવામાં આવે છે. પછી તેમને 12 ફુટ લાંબી, આઠ ફુટ પહોંળી અને પાંચ ફુટ ઉંડા ખાળામાં નાખી દેવામાં આવે છે. પહેલા દોઢ ફુટ સુધી માળા ફુલ, પછી તેના પર અડધો ફુટ છાણ, તેના પછી માળા અને ફુલ નાખવામાં આવે છે. ત્યારબાદ પ્રમાણસર ગોમુત્ર નાખી તેને ફુલ માળાથી દબાવી દેવામાં આવે છે. ત્રણથી ચાર માસ વચ્ચે આ ખાતર તૈયાર થઈ છે.