Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 06:11:28 AM IST
 

અનુશાસન બાળકો માટે જરૂરી છે (બાળઉછેર)

Apr 13, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1075
Rate: 3.0
Rating:
Bookmark The Article

બાળઉછેર - રાજુલ દેસાઈ

આપનું બાળક પછી તે બેટો હોય કે બેટી તેનું અનુશાસનમાં રહેવું ખૂબ જરૂરી છે. બાળક માતા-પિતાનો અરીસો હોય છે. બાળક દ્વારા કરાતો અનુચિત વ્યવહાર તેમના જ પાલનપોષણ પર પ્રશ્ન ચિહ્ન લગાવશે. એટલે એ આવશ્યક છે કે બાળપણથી જ બાળકને અનુશાસનમાં રહેતાં શીખવવામાં આવે. આવો જાણીએ એવી વાતો જે આપના બાળકને અનુશાસિત કરવામાં આપની મદદ કરશે...

બાળકને અનુશાસિત કરવામાં માતા અને પિતા એમ બંનેએ ફાળો આપવો જરૂરી છે.

બાળકને અનુશાસિત કરવા માટે જરૂરી છે કે પહેલાં તમે પોતે અનુશાસિત બનો, કેમ કે બાળકમાં અનુકરણ કરવાની વૃત્તિ હોય છે. તમે ઘરમાં જે પ્રકારનો વ્યવહાર કરશો, તમારું બાળક પણ એવું જ કરશે. એટલે જો તમે બાળકને રાત્રે સૂતાં પૂર્વે બ્રશ કરવાનું કહેતાં હો, તો પહેલાં તમે પોતે બ્રશ કરો.

* ઘરમાં બાળકો માટે જે પણ નિયમ-કાનૂન બનાવો, સાથે મળીને બનાવો. માતા પિતાનું દાયિત્વ છે કે તેઓ એકબીજાના બનાવેલાં નિયમોનું પોતે પણ પાલન કરે અને બાળકો પાસે પણ કરાવે.

* બાળકની શૈશવાવસ્થાથી જ તેને મોટાંઓને નમસ્તે કરવું, ખાતી વખતે અવાજ ન કરવો, થેંકયૂ, પ્લીઝ, વેલકમ અને હેલો જેવાં શબ્દોનો પ્રયોગ કરવો અને મોટેરાંઓ સાથે સન્માનપૂર્વક વાત કરવી વગેરેનું શિક્ષણ આપો.

* ભલે આપનું બાળક નાનું હોય, પરંતુ તે જો અનુચિત ભાષાનો પ્રયોગ કરે કે અનુચિત આચરણ કરે, તો તમે તેને તે જ સમયે રોકો- ટોકો અને ફરીથી તેવું ન કરે તેની ચેતવણી આપો. જેથી તેને તેની ભૂલનો અહેસાસ થાય.

 

* શરૂઆતથી જ બાળકને રમત રમી રહ્યાં પછી પોતાનાં રમકડાં, કપડાં, ચંપલ બૂટ વગેરે યથાસ્થાને રાખવા, સમયસર ખાવું, નાસ્તો કરવો અને નિર્ધારિત સમય સુધી ટીવી જોવું વગેરેની સમજ આપો. બાળકને શરૂઆતથી જ સવારે વહેલાં ઊઠવું અને રાત્રે જલદી સૂવાનું શીખવો.

* બાળકને માટે તમે જે પણ નિયમ બનાવો, બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને બનાવો. સાથોસાથ તેના પાલનપોષણ માટે તાનાશાહીપૂર્ણ વ્યવહાર બિલકુલ ન અપનાવો. બલકે, જે- તે કાર્ય કરવા કે ન કરવાથી થનારા લાભ અને હાનિ વિશે પ્યારથી સમજાવો. જમીન પર પડેલાં કોઈ રમકડાંને યોગ્ય સ્થાને મુકાવવા. તમે ઇચ્છતા હોવ તો તમે તેને જણાવો કે, “જો તું એને ઉઠાવીને ઠેકાણે મૂકી દઈશ તો આ રમકડું સુરક્ષિત રહેશે અને જો નહીં મૂકે તો તારું જ એક રમકડું ઓછું થઈ જશે. વળી, કોઈના પગમાં તે વાગી પણ શકે છે.

 * તમે જે પણ નિયમ બનાવો, તે વ્યવહારિક અને સરળ અવશ્ય હોય, જેથી તેનું પાલન સહજતાથી થઈ શકે અને બાળકને પણ તે બોજદાયક ન લાગે. જો તમે બાળક માટે દરરોજના એક કે બે કલાક ટી.વી. જોવાનું નક્કી કર્યું હોય તો રજાના દિવસે બાળકને તેની મનપસંદ ફિલ્મ જોવાની છૂટ પણ અવશ્ય આપો.

* બાળક પાસે કોઈ કામકાજ કરાવતી વખતે શરત ન મૂકો. જેવી કે પહેલાં તારી બુક્સ અને રમકડાં ઉઠાવીને ઠેકાણે મૂક, પછી રમવા જજે. અન્યથા આપનું બાળક પણ આપની જેમ જ વાતવાતમાં શરતની વાત કરશે.

* નિયમનું ઉલ્લંઘન કરવા પર પહેલેથી નક્કી કરેલો દંડ બાળકને અવશ્ય જણાવો. અન્યથા બાળક એને માત્ર તમારી મીઠી ધમકી જ સમજશે. તમે જે દંડ નક્કી કરો એ બાળકના અપરાધ અનુસાર હોવો જોઈએ, જેમ કે આપનું બાળક ડાઈનિંગ ટેબલ કે ફર્શ ગંદી કરે છે તો સજારૂપે તેને જ તે સાફ કરવા માટે કહો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com