Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 04:38:09 PM IST
 

ફાઇવ સ્ટાર ઘર બનાવતું બોવરબર્ડ

Apr 13, 2012 Supplements > Kids World
 
comment     E-Mail     Print    
 
Viewed: 544
Rate: 4.6
Rating:
Bookmark The Article

જંગલ બુક

તમે સુગરીનો માળો તો ચોક્કસથી જોયો હશે. સુગરી તેનો માળો કેવો સુંદર મજાનો બનાવે છે! આવી રીતે જ એક બીજું પક્ષી છે જે તેનો માળો ખૂબ જ સુંદર તેમજ રંગબેરંગી ફૂલોથી સજાવે છે, જેનુ નામ છે 'બોવરબર્ડ'.

સામાન્ય રીતે બોવરબર્ડ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ગિનીમાં જોવા મળતું પક્ષી છે. તે તેના અદ્ભુત રાચરચીલાયુક્ત માળાથી વખણાય છે. બાળમિત્રો, જો તમે તેના માળાને નિહાળો તો તમને એવું જ લાગે કે આ માળો જાણે કોઈ વ્યક્તિએ જ શણગાર્યો હશે. આ પક્ષીનું બોવરબર્ડ એવું નામ પાડવા પાછળનું કારણ પણ ખૂબ જ રસપ્રદ છે, કારણ કે આ બોવરબર્ડને છાંયડો અને ઠંડક મળે તે માટે તે તેના માળાને વેલાથી સજાવે છે. તે તેના માળાને છાપરા જેવો આકાર આપે છે અને તેને રંગબેરંગી ફૂલોથી સજાવે છે.

બોવરબર્ડની કુલ ૧૮ જાતો જોવા મળે છે. બોવરબર્ડ લીલા ઘાસવાળી જગ્યામાં કોઈ વૃક્ષ ઊગેલું હોય તો તેને ફરતે ડાળખીએથી ઢોળાવદાર આકાર આપી માળો બનાવે છે. તે સૌ પ્રથમ જાડી ડાળખીઓ મૂકે છે અને તેની ઉપર વેલો પાથરી તેનાં બધાં પાંદડાં સુયોગ્ય રીતે કાપી નાખે છે અને એકદમ સુંદર રીતે છાપરું બનાવે છે એટલે જ તો તેને બોવરબર્ડ કહેવામાં આવે છે. બાળમિત્રો, તમને જાણીને નવાઈ લાગશે બોવરબર્ડ તેના માળામાં દરરોજ રંગબેરંગી ફૂલો પાથરે છે અને જો કોઈ ફૂલ કરમાઈ જાય તો તેનો તે તુરંત જ નિકાલ કરી દે છે. તે જંગલમાંથી તેના માળામાં નાની ડાળખીઓ ઉપરાંત નાનાં હાડકાંના ટુકડા જ્યાં ત્યાં નાંખીને તેના માળાને સજાવે છે. ગોલ્ડન બોવરબર્ડ નામનું પક્ષી તો વેલાથી નાનો એવો પુલ બનાવે છે. જ્યારે સાટિન બોવરબર્ડ નામનું પક્ષી આછા પ્રકાશમાં કાગડા સમાન લાગે છે. તેનો કલર કાળો હોય છે, પરંતુ અજવાળામાં તેનાં પીંછાં એકદમ ચળકવા માંડે છે.

બોવરબર્ડનાં પીંછાં રંગબેરંગી નથી હોતાં, આથી માદા આકર્ષાતી નથી, પરંતુ માદાને આકર્ષવા માટે તે તેનો માળો એટલી હદે ખૂબસૂરત બનાવે છે કે તેનાંથી માદા આકર્ષાય છે. 

માદા બોવરબર્ડ તેનાં ઈંડાં મૂકવાનાં થાય તે પહેલાં જ અગાઉથી જાતે માળો બનાવી લે છે. તેમજ તે તેનાં બચ્ચાંનો ઉછેર પણ જાતે જ કરે છે. 

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com