Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 10:33:48 AM IST
 

ભારતીય કોમોડિટી એક્સ્ચેન્જોનાં ટર્નઓવરમાં ૫૨ ટકાનો વધારો થયો

Apr 13, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   Commodity Exchange India Voletality comment     E-Mail     Print    
 
Viewed: 495
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ, તા. ૧૩

નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં ભારતીય કોમોડિટી એક્સ્ચેન્જોનું ટર્નઓવર ૫૨ ટકા વધીને રૂ . ૧૮૧,૨૬,૧૦૩ કરોડ થયું હતું, જે ગત વર્ષના સમાન ગાળામાં રૂ . ૧,૧૯,૪૮,૯૪૨.૩૫ કરોડ રહ્યું હતું.  વર્ષ દરમિયાન એક્સ્ચેન્જોમાં વિવિધ કૃષિ કોમોડિટીસમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી.

ફોરવર્ડ માર્કેટ કમિશનના જણાવ્યા પ્રમાણે કૃષિ કોમોડિટીસનો વ્યાપાર ૫૧ ટકા વધીને ૨૧.૯૬ લાખ કરોડ રહ્યો હતો જ્યારે બુલિયનમાં ૮૫ ટકા વધીને ૧૦૧.૮૨ લાખ કરોડ થયો હતો. એનર્જી સેગમેન્ટમાં ૨૩ ટકાનો વધારો રહેતાં ૨૮.૫૧ લાખ કરોડ થયો હતો, ઉપરાંત બેસ મેટલમાં સામાન્ય વધારો થતાં ૨૮.૯૭ લાખ કરોડનો વ્યાપાર રહ્યો હતો.

૨૦૧૧-૧૨માં કૃષિ કોમોડિટીમાં ભારે વોલેટિલિટી રહેતાં માર્કેટ રેગ્યુલેટરે ખાસ ગવારસીડ અને ગવારગમનાં ટ્રેડિંગ પર કાપ મૂક્યો હતો તેમજ બંને કોમોડિટી તેના આગામી સેશનના નવા કોન્ટ્રાક્ટ માટે રેગ્યુલેટરે બહાર પાડેલા નવા નિયમો અને મંજૂરી સાથે શરૂ  કરી શકશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com