Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 11:18:19 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
Breaking News વડાપ્રધાન બપોરે 2 વાગે ઉત્તરાખંડની મુલાકાત લેશે
 

ચાના ભાવ વધારવાના મુદ્દે ટ્રેડર્સમાં મતમતાંતર

Apr 13, 2012 Business > Commodity Current
 
Tags:   Commodity Tea Price rise Traders comment     E-Mail     Print    
 
Viewed: 434
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૧૩

દૂધના ભાવ વધારા પછી હવે ચાના ભાવમાં પણ વધારો થશે. ર્દાિજલિંગ-આસામમાં વરસાદ મોડો શરૂ  થવાના કારણે તેની સીધી અસર ચાના પાક પર પડી છે. આના કારણે આ વખતે માગ પુરવઠાનો ગાળો વધે તેવી સ્થિતિ છે. સ્થાનિક બજારમાં પુરવઠાની તંગીના કારણે હોલસેલ ચાના ભાવ ઊચકાવાની શરૂ આત થતાં રીટેલ ભાવમાં પણ વધારો તોળાઇ રહ્યો છે. વાઘબકરી ગ્રુપે સોમવારથી કિલો ગ્રામ દીઠ રૂ . ૧૨નો વધારો કરવાનો નિર્ણય લઇ લીધો છે. પરંતુ ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિયેશન હજુ થોડા અઠવાડિયા થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાના મૂડમાં છે. એસોસિયેશનના પ્રમુખ સેંધાભાઇ પટેલે જણાવ્યું કે, સીઝન દોઢ મહીનો મોડી પડશે એમ લાગે છે, એટલે પુરવઠાની સ્થિતિ પર તો અસર પડશે. તેમ છતાં અમે ભાવ વધારાનો નિર્ણય લેતા પહેલા ૧૫ મે સુધી રાહ જોવાનું નક્કી કર્યુ છે. ૧૫ મે પછી ભાવ વધારાનો નિર્ણય લેવાશે.

  • ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિયેશન ૧૫-મે સુધી થોભો અને રાહ જુઓની નીતિ અપવાનાવશે
  • વાધબકરી ગ્રુપે સોમવારથી કિલો દીઠ રૂ . ૧૨ વધારવાનો નિર્ણય લીધો
  • સીઝન ત્રણ સપ્તાહ મોડી પડતાં ચાના પુરવઠાને માઠી અસર પડી

વાઘબકરીનાં કિલો દીઠ રૂ . ૧૨ના વધારાને વાઘબકરી ગ્રુપના ચેરમેન પિયૂષભાઇ દેસાઇએ સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સીઝન મોડી હોવાથી ચાના ભાવમાં વધારો કરવો પડે તેમ છે. ચાના વેપારીઓનું કહેવું છે કે, કેટલાક પેકેટિયર્સે રિટેલર્સને એમઆરપી પરનું પાંચ રૂ પિયાનું ડિસ્કાઉન્ટ બંધ કરી દીધું છે. કેટલીક સ્થાનિક બ્રાન્ડ્સમાં પહેલેથી કિલો દીઠ રૂ . ૧૪-૧૫નો વધારો થઇ ગયો છે. વેપારીઓનું કહેવું છે કે, હવે કલકત્તામાં ચાની હરાજી ઊંચા ભાવે થશે તો ચાના ભાવમાં નવો વધારો આવી શકે છે. ભારતમાં વર્ષે ૮૦ કરોડ કિલો ચાનો વપરાશ છે. અત્યારે મહીને ૬.૫ કરોડ કિલોગ્રામ ચાની જરૂ ર સામે પાંચ કરોડ કિલોગ્રામ ચા ઉપલબ્ધ હોઇ હોલ સેલ ભાવ ઉચકાઇ ગયા છે. ભારતીયોને ટેસ્ટમાં માફક આવે તેવી કેન્યાની ચા પર ૧૦૦ ટકા આયાત ડયુટી નાંખી દેવાઇ છે. આથી આયાત પણ શક્ય નથી. બીજી તરફ ઉત્ર પૂર્વ અને દક્ષિણ ભારતનું હવામાન બગડતાં ચાનો પુરવઠો ઘટી ગયો છે. જેની અસર ચાના ભાવ પર પડી રહી છે, એમ ચાના ડીલર્સનું કહેવું છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com