Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 10:34:55 PM IST
 

ખાદ્યતેલ, તેલ, તેલિબીયા, રૂ , ઘઉં, ચણા, તુવેર બજારમાં સુસ્ત માહોલ

Apr 13, 2012 Business > Commodity Current
 
Tags:   Commodity Rajkot Ground nut oil Cotton Weat Rice Sugar comment     E-Mail     Print    
 
Viewed: 514
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ તા. ૧૩

સૌરાષ્ટ્રના લગભગ માર્કેટ યાર્ડો, રાજકોટ કોમોડિટી એક્ષચેન્જ (સટ્ટાબજાર) અને સુરેન્દ્રનગર કપાસ વાયદો ડો. આંબેડકર જયંતિનાં બંધ રહેશે. કોમોડિટી હાજર બજારોમાં પણ રજાની અસરે કામકાજનું  પ્રમાણ મર્યાદિત જોવા મળશે.

રાજય સરકારે ખાદ્યતેલો અને તેલ તિલીયામા સ્ટોક લીમીટ લાદતાની સાથે પુરવઠા તંત્ર દ્વારા ચેકિંગ અને દરોડાની કાર્યવાહી ચાલું કરાતા જ સિંગતેલ - સિંગદાણા અને મગફળીનાં વેપારો ઠપ થઇ ગયા છે. રાજકોટ - જૂનાગઢ યાર્ડમાં વેપારીઓ મગફળીની હરાજીમાં ગઇકાલ સુધી ખરીદીથી દુર રહ્યા હતા. પરંતુ આજે ખરીદી કરતા બંને યાર્ડોમાં ૪૨૦૦ ગુણી ઉપરનાં વેચાણ થતાં મણના ૭૫૦ થી ૧૦૨૦ ઉપજયા હતા. ગોંડલ યાર્ડમાં હરાજીથી વેપારી દુર રહેલા.
સિંગતેલની તેજી પાછળ હમણા સાઇડ તેલોમાં પણ વધારો જોવા મળ્યો હતો. પરંતુ સિંગતેલની તેજી અટકતા સાઇડ તેલોમાં પણ સુધારો અટકી ગયો છે.
રૂ  બજારમાં પણ ખરીદી જુજ રહેતી હોવાથી કવોલિટી પ્રમાણેનાં ભાવો બોલાઇ રહ્યા છે. કપાસ વાયદામાં આજે ફરી વેચવાલી આવતા ૭૮૬.૯૦ વાળો ૭૮૧.૮૦ના મથાળે બંધ રહેલ. સોરઠ સાઇડ ચણા કિવન્ટલનો ૩૬૧૦ થી ૩૬૧૫, તુવેરનો ૩૯૫૦ ના ટકેલ ભાવે વેપાર હતા. ઘઉંમાં કવોલિટી પ્રમાણેનાં ભાવો રહેલા.

ખાદ્ય તેલો
સિંગતેલ લુઝમાં ૧૨૧૦ થી ૧૨૧૫ તેલીયાટીનનો ૧૮૫૫ થી ૧૮૫૬, જામનગર લાઇન લુઝ ૧૨૨૦ થી ૧૨૨૫ ના ટકેલ ભાવો બોલતા હતા. પરંતુ વેપાર ઉતરતા નોહતા. કપાસિયા વોશમાં માંગ અને પુરવઠો જળવાઇ રહેતા ૬૬૨ થી ૬૬૫ ના ભાવે ૨૫ ટેન્કરનાં  કામકાજ હતા. પામોલીન લુઝનો ૬૪૭ થી ૬૪૮, સોયાલુઝનો ૭૦૦ થી ૭૦૧માં કામકાજ હતા. મિલોએ ડબ્બાના ભાવો યથાવત રાખ્યા હતા.

મગફળી
સૌરાષ્ટ્રના યાર્ડો અને બજારો મળીને મગફળીમાં ૬ હજાર ગુણીના કામકાજ હતા. ધોરાજી સાઇડ ખાંડીનો ૧૯ હજાર તેમજ સિંગદાણા ટનનો ૭૦ થી ૭૩ હજાર બોલાતા હતા. પરંતુ ખરીદનાર નોહતા. રાજકોટ ખાતે મગફળી મણમાં ૧૦ ઘટીને ૧૦૦૦ થી ૧૦૦૧ રહ્યો હતો.

રૂ  બજાર
બોટાદ ખાતે કપાસનો ૮૨૫ થી ૮૬૦, શંકર ગાંસડીનો ૩૦ થી ૩૩ હજાર, કલ્યાણનો ૨૬ થી ૨૭ હજાર, માણાવદર ખાતે કપાસનો ૯૦૦ અને શંકર ગાંસડીનો ૩૩૮૦૦ થી ૩૪૧૦૦ હતો.

ખાંડ
ઉનાળાની ખરીદી નિકળતા તેમજ મહારાષ્ટ્રમાં ટ્રક ભાડાઓ વધતાની અસરે આજે સ્થાનીક બજાર ખાતે ગુણીએ ૨૦ વધીને સી નો ૩૧૦૦ થી ૩૧૭૦ અને ડી નો ૩૦૦૦ થી ૩૦૬૦ ના ભાવે હોલસેલ બજારમાં વેચાણ હતા. આવક ૮૦૦ ગુણીની હતી.

એરંડા બજાર
ગુજરાતમાં એરંડાની આવકોમાં ખરીદી જળવાઇ રહેતા હાજરના ભાવો મકકમ હતા. પરંતુ આજે લાખ ગુણીની આવકો સામે ખરીદી ઓછી રહેતા હાજરમાં કિવન્ટલે રૂ . ૫૭.૫૦ યાર્ડોમાં મણે ૧૦ અને દિવેલ લુઝમાં ૫ નો ઘટાડો હતો. આની પાછળ વાયદો શરૂ આતમાં નરમ હતો. પરંતુ નીચા મથાળે વેચાણો  કપાતા આગલા બંધથી રૂ . ૨૫ વધીને બંધ રહેલો.

દેશમાં એરંડાના ઉત્પાદનનો અંદાજ ૧૬ લાખ ટનનો મુકવામાં આવ્યો છે. પરંતુ વાવેતરનો છેલ્લે હવામાન અનુકુળ ન રહેતા કદાચ ઉત્પાદન ધાર્યા કરતા ઓછું આવશે પરંતુ હાલ આવકોનો પ્રવાહ રહેતો હોવાથી બજાર વધ્યા મથાળેથી વેગ પકડતું નથી જાણકાર સુત્રોનાં જણાવ્યા અનુસાર વાયદામાં ૩૫૦૦ નો ટેકો છે. હમણા આ મથાળેથી પાછો સુધારો જોવા મળે છે. રમનારાઓ કટપીસનાં વેપારો કરતા હોવાથી હમણા ૩૫૦૦ થી ૩૬૫૦ની વચ્ચે વાયદો અથડાયેલો જોવા મળવાની સંભાવના છે. ભાવો ઐતિહાસીક સપાટીથી ઘણા ઘટી ગયા હોવાથી કોઇ કારણોસર ઘટાડો આવે પરંતુ તરત સુધારાની સંભાવના વધુ છે.

  • સૌરાષ્ટ્રનાં યાર્ડો સટ્ટાબજાર, કપાસ વાયદો ડો. આંબેડકર જયંતિના બંધ રહેશે
ગુજરાત સાઇડ એરંડાની ૮૦ હજાર ગુણીની આવકે મણે ૧૦ ઘટીને ૬૫૫ થી ૬૭૦, સૌરાષ્ટ્રના યાર્ડોમાં ૧૫ હજાર ગુણીની આવકે ૬૩૦ થી ૬૬૦ હાજર કિવન્ટલનો ૩૩૨૦, દિવેલ લુઝનો ૭૧૫, ધોરાજી સાઇડ એરંડા ૬૬૦ અને શાપુર ખાતે ૬૮૦ માં કારખાના પહોંચના વેપાર હતા.
જુન વાયદાની શરૂ આત ૩૫૪૦માં થયા બાદ ઘટીને ૩૫૩૬ નો થયેલ આ મથાળે ખરીદી આવતા વધીને ૩૫૯૫ અને બંધ ભાવ ૩૫૬૭ નો રહેલો.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com