Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 03:48:57 PM IST
 

ઇન્ફોસિસનો ચોથા ત્રિમાસમાં નફો ૨૭.૪% વધીને રૂ . ૨,૩૧૬ કરોડ થયો

Apr 13, 2012 Business > Corporate News
 
Tags:   Infosys Market Business Issue comment     E-Mail     Print    
 
Viewed: 453
Rate: 0
Rating:
Bookmark The Article

બેંગલુરુ, તા. ૧૩

ઇન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ફોસિસના ચોથા ત્રિમાસનાં પરિણામ આજે અપેક્ષા કરતાં નબળાં જાહેર થયાં હતાં. ઇન્ફીનો ૩૧ માર્ચ ૨૦૧૨ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસમાં કોન્સોલિડેટ નફો ૨૭.૪ ટકા વધીને ૨,૩૧૬ કરોડ થયો હતો, જે ગત વર્ષના સમાન સમયગાળામાં રૂ . ૧,૮૧૮ કરોડ નોંધાયો હતો. કંપનીએ અગાઉ જાહેર કરેલી આવકનો અંદાજ હાંસલ નહિ થતાં તેમજ ચાલુ નાણાકીય વર્ષ માટે નબળું આવકનું ગાઇડન્સ જાહેર કરતાં સમગ્ર આઈટી ક્ષેત્ર માટે સંકટનાં વાદળો ઘેરાવાની શક્યતા છે.

જાન્યુઆરીથી માર્ચમાં ઇન્ફોસિસની આવક ૨૨ ટકા વધીને ૮,૮૫૨ કરોડ થઈ હતી જે ગત વર્ષના સમીક્ષક ગાળામાં રૂ . ૭,૨૫૦ કરોડ રહી હતી. દરમિયાન કંપનીને ચોથા ત્રિમાસમાં ડોલરનાં મૂલ્યમાં ૧,૮૦૬-૧,૮૧૦ મિલિયન ડોલરની આવકનો અંદાજ હતો, જેને હાંસલ કરવામાં કંપની નિષ્ફળ રહેતાં ચોથા ત્રિમાસમાં ડોલરમાં આવક ૧,૭૭૧ મિલિયન ડોલર નોંધાઈ હતી. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ માટે ડોલરનાં મૂલ્યમાં આવકનું ગાઇડન્સ ૮-૧૦ ટકા જાહેર કર્યું છે જે નાસ્કોમના ૧૧-૧૪ ટકા કરતાં પણ નીચું છે. કંપનીએ વીતેલા ત્રિમાસમાં અનેક પડકારોને પગલે નીચું ગાઇડન્સ જાહેર કર્યું હોવાનું જણાવ્યું હતું. વૈશ્વિક અર્થતંત્રમાં ભારે ચડાવ ઉતારના કારણે ગાઇડન્સ ઘટાડયા છે. ૨૦૧૨માં કંપનીઓએ આઇટી ખર્ચના બજેટ ઘટાડયા નથી તેમ છતાં ખર્ચ કરવામાં ખચકાતી જોવા મળી છે. યુરોપ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ ગયો હોઇ આઇટી પ્રોજેક્ટમાં વિલંબ અને ખર્ચકાપ પણ જોવા મળ્યો છે. ૨૦૧૩માં પ્રાઇસિંગ સ્થિર રહેશે એવી ગણતરી સાથે ગાઇડન્સ અપાયા છે. ૨૦૧૩માં કંપનીએ ઇન્ફોસિસના કર્મચારીઓના પગારમાં વધારો ન કરવાનો નિર્ણય લીધો છે. જો કે કંપની ૩૫,૦૦૦ નવી ભર્તીઓ કરનાર છે.

  • વર્ષ ૨૦૧૨-૧૩ માટે આવકનું નબળું ગાઇડન્સ
  • રૂ . ૨૨નું અંતિમ અને રૂ . ૧૦નું વિશેષ ડિવિડન્ડ જાહેર કર્યું

૩૧ માર્ચ ૨૦૧૨ના અંતે પૂરા થયેલાં વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો ૨૧ ટકા વધીને રૂ . ૮,૩૧૬ (રૂ . ૬,૮૨૩) કરોડ થયો હતો તેમજ ર્વાિષક આવક ૨૪ ટકા વધીને રૂ . ૩૫,૬૩૮ (રૂ . ૨૮,૭૧૨) કરોડ થઈ હતી. ઇન્ફોસિસે ચાલુ નાણાકીય વર્ષના અંતે રૂ . ૩૮,૪૩૧-રૂ . ૩૯,૧૩૬ કરોડની આવક તેમજ જૂન ૨૦૧૨ અંતે પૂરા થતા પ્રથમ ત્રિમાસના અંતે આવક રૂ . ૯,૦૧૧-રૂ . ૯,૧૦૦ કરોડ રહેવાનો અંદાજ આપ્યો હતો. ચોથા ત્રિમાસમાં કંપની સાથે ૫૨ નવા ગ્રાહકોનો જોડાયા હતા. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષના અંતે રૂ . ૨૨ના અંતિમ ડિવિડન્ડ તેમજ ઇન્ફોસિસ બીપીઓ સેવાના ૧૦ વર્ષ પૂર્ણ થતાં રૂ . ૧૦ના વિશેષ ડિવિડન્ડની ભલામણ કરી હતી.

ઇન્ફોસિસ પરિણામ હાઇલાઇટ્સ
-ચોથા ત્રિમાસમાં નફો ૨૭.૪ ટકા વધીને રૂ . ૨,૩૧૬ (રૂ . ૧,૮૧૮) કરોડ થયો.
-જાન્યુ.-માર્ચ ૨૦૧૨માં આવક ૨૨ ટકા વધીને રૂ . ૮,૮૫૨ (રૂ . ૭,૨૫૦) કરોડ થઈ.
- ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસની તુલનાએ નફામાં ૨.૪ ટકાનો ઘટાડો.
-ત્રિમાસમાં ડોલરનાં મૂલ્યમાં આવક ૧,૭૭૧ મિલિયન ડોલર થઈ.
-૩૧ માર્ચ ૨૦૧૨ના અંતે ઈપીએસ ૪૮.૦૫ થયું.
-નાણાકીય વર્ષ ૨૦૧૩માં આવક ૮-૧૦ ટકા વધાવાનો અંદાજ.
-જૂન ત્રિમાસના અંતે આવક રૂ . ૯,૦૧૧-રૂ . ૯,૧૦૦ થવાનો અંદાજ.
-રૂ . ૨૨નું અંતિમ અને રૂ . ૧૦નું વિશેષ ડિવિડન્ડ.
-માર્ચ ત્રિમાસના અંતે નવા ૫૨ (બાવન) ગ્રાહકો જોડાયા.
-માર્ચ ત્રિમાસમાં નેટ ૪,૯૦૬ કર્મચારીનો ઉમેરો થતાં સંખ્યાબળ ૧.૪૯ લાખ થયું. 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com