મોરબી, તા. ૧૩
મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા અશોક છગન માણેક પાસે દારૂ-બિયરની બોટલો હોવાની ડી-સ્ટાફના દેવેન રબારી, ભાનુભાઈ આહિરને બાતમી મળતા કાલીકા પ્લોટમાં અશોકના ઘેર દરોડો પાડયો હતો. મકાનની તલાશી દરમિયાન રૂ.ત્રણ હજારની કિંમતની બે ઈંગ્લીશ દારૂની બોટલો તથા ર૬ બિયર ટીન મળી આવ્યા હતા.
- રૂ. ત્રણ હજારની કિંમતનો મુદામાલ કબજે
આથી અશોક અને તેના સાગરિત ચેતન સુધીર મહેતાની દારૂ બિયરની બોટલો રેલવે કર્મચારી પાસેથી મળ્યાની કબૂલાત આધારે શનાળા રોડ પરના હાઉસીંગ બોર્ડ ના કવાર્ટરમાં રહેતા અને મોરબી રેલવેમાં ફરજ બજાવતા સતીશ વરશાર ચૌહાણને તેના ઘેર ઉંઘતા ઝડપી લીધો હતો. અશોકે સતીશ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો વેંચાતી લીધી હતી. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને રેલવે કર્મી દારૂનો જથ્થો કયા છુપાવ્યો છે તેમજ દારૂની હેરાફેરી અને વેંચાણ કરે છે કે કેમ તે અંગેની વિગતો બહાર લાવવા પોલીસે ઉંડી તપાસ હાથ ધરી છે.