અમદાવાદ,તા.૧૩
પાસપોર્ટની જેમ પાનકાર્ડ સ્ટેટસ સિમ્બોલ જેવું થઇ ગયું છે અને તે કોઇપણ વ્યક્તિ ઓન લાઇન અરજી કરીને મેળવી શકે છે.સર્વિસટેકસના દરમાં વધારો કરાતા પાનકાર્ડના ચાર્જીસમાં વધારો કરાતા મોઘું બન્યું છે,સીબીડીટીએ તાજેતરમાં નવા સુધારો જાહેર કર્યા છે કે,તા.૮.૪.૨૦૧૨થી નવા પાનકાર્ડ મેળવવા માટે ભારતીય નાગરિકે ફોર્મ નંબર ૪૯-એ ભરીને બે કલર ફોટા સાથે જન્મનો દાખલો આપવાનો રહેશે.
- સર્વિસટેક્સ વધતાં પાનકાર્ડના ચાર્જીસમાં વધારો
પહેલા જે ફી રૂ.૯૪ હતી તે વધીને રૂ.૯૬ કરવામાં આવી છે.જ્યારે વિદેશી નાગરિકે પાનકાર્ડ મેળવવા માટે ત્રણ કલર ફોટા આપીને ફોર્મ નંબર-૪૯-એએ ભરવું પડશે. તેના માટે રૂ.૯૬૨ની ફી ચુકવવી પડશે. પાનકાર્ડની અરજીઓ હવે એનએસડીએલની વેબસાઇટ પર ઓન લાઇન કરી શકાશે. નવા ફોર્મમાં અટક નામ પિતાનું નામ લખવાનું છે. કોઇ નાગરિકને જોઇએ તો જન્મનો દાખલો આપવા જરૂરી છે.કંપની હોય તો કંપનીની સ્થાપના ક્યારે કરી તેની તારીખ, એચયુએફ હોય તો તેની તારીખ, ટ્રસ્ટ માટે તેની સ્થાપના તારીખ આપવાની રહેશે. જો કોઇ તારીખ ના મળે તો ૦૧૦૧૦૦૦૧ લખીને ઓન લાઇન ફાઇલ કરી શકાશે.