Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 05:57:05 AM IST
 

ચાના ભાવ વધારવાના મુદ્દે ટ્રેડર્સમાં મતમતાંતર

Apr 14, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 850
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૧૩

દૂધના ભાવ વધારા પછી હવે ચાના ભાવમાં પણ વધારો થશે. દાર્જિલિંગ-આસામમાં વરસાદ મોડો શરૂ થવાના કારણે તેની સીધી અસર ચાના પાક પર પડી છે. આના કારણે આ વખતે માગ પુરવઠાનો ગાળો વધે તેવી સ્થિતિ છે. સ્થાનિક બજારમાં પુરવઠાની તંગીના કારણે હોલસેલ ચાના ભાવ ઊચકાવાની શરૂઆત થતાં રીટેલ ભાવમાં પણ વધારો તોળાઇ રહ્યો છે. વાઘબકરી ગ્રુપે સોમવારથી કિલો ગ્રામ દીઠ રૂ. ૧૨નો વધારો કરવાનો નિર્ણય લઇ લીધો છે. પરંતુ ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિયેશન હજુ થોડા અઠવાડિયા થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાના મૂડમાં છે. એસોસિયેશનના પ્રમુખ સેંધાભાઇ પટેલે જણાવ્યું કે, સીઝન દોઢ મહીનો મોડી પડશે એમ લાગે છે, એટલે પુરવઠાની સ્થિતિ પર તો અસર પડશે. તેમ છતાં અમે ભાવ વધારાનો નિર્ણય લેતા પહેલા ૧૫ મે સુધી રાહ જોવાનું નક્કી કર્યુ છે. ૧૫ મે પછી ભાવ વધારાનો નિર્ણય લેવાશે.

  • ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિયેશન 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવશે

વાઘબકરી ગ્રુપના ચેરમેન પિયૂષભાઇ દેસાઇએ જણાવ્યું કે સીઝન મોડી હોવાથી ચાના ભાવમાં વધારો કરવો પડે તેમ છે. ચાના વેપારીઓનું કહેવું છે કે, કેટલાક પેકેટિયર્સે રિટેલર્સને એમઆરપી પરનું પાંચ રૂપિયાનું ડિસ્કાઉન્ટ બંધ કરી દીધું છે. કેટલીક સ્થાનિક બ્રાન્ડ્સમાં પહેલેથી કિલો દીઠ રૂ. ૧૪-૧૫નો વધારો થઇ ગયો છે. જાન્યુઆરીમાં આસામમાં ચાના ઉત્પાદનમાં ૪૩ ટકાનો ઘટાડો થયો છે. હવે કલકત્તામાં ચાની હરાજી ઊંચા ભાવે થશે તો ચાના ભાવમાં નવો વધારો આવી શકે છે. ભારતમાં વર્ષે ૮૦ કરોડ કિલો ચાનો વપરાશ છે. અત્યારે મહીને ૬.૫ કરોડ કિલોગ્રામ ચાની જરૂર સામે પાંચ કરોડ કિલોગ્રામ ચા ઉપલબ્ધ હોઇ હોલ સેલ ભાવ વધ્યા છે. ભારતીયોને ટેસ્ટમાં માફક આવે તેવી કેન્યાની ચા પર સો ટકા આયાત ડયુટી નંખાઈ છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com